તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:નાયતા પાસે કાર અને ટ્રક અથડાતાં આગ લાગી

નાયતા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંને વાહનો બળીને ખાખ, કારમાંથી દારૂની 10 પેટી મળી, દારૂની બોટલો ફૂટી
 • પાટણ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો, કાર ચાલકને ઈજા થતાં પાટણ દવાખાને ખસેડાયો

પાટણ-શિહોરી હાઈવે પર રવિવારે મધરાત્રે સરસ્વતીના નાયતા બસ સ્ટેશન નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનોમાં આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ મોટો ધડાકો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મારૂતિ કારમાં ચાલક અંદર ફસાતા સ્થાનિક લોકોએ દરવાજો તોડી મહામુસીબતે ચાલકને બહાર કાઢવામાં મદદ કરી હતી. અને કાર ચાલકને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી વાહનમાં પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.પાટણ-શિહોરી હાઈવે પર પાટણ બાજુથી આવી રહેલ જી.જે.15 એટી 3285 ટ્રક મહેસાણાથી દિયોદર તરફ જઈ રહી હતી.

કારમાંથી દારૂની બોટલો મળી
કારમાંથી દારૂની બોટલો મળી

તે અરસામાં શિહોરી તરફથી આવી રહેલ કાર જી.જે 1 કેડી 5107 ટ્રકને ટકરાતા આગમાં લપેટાઈ જતાં બંને વાહનોને આગ લાગતા રોડની બંન્ને છેડે વાહનો થંભી ગયા હતા. જ્યાં વાગડોદ પોલીસ અને પાટણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને પાણીનો મારો લગાવી આગને બુઝાવી હતી.ટ્રક ચાલક જીતેન્દ્રભાઈ ભગાભાઈ દેસાઈ ગાડી મુકીને નાસી ગયો હતો. અને કાર ચાલકને ઈજા પહોંચતા પાટણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો