તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પાટણમાં સ્ટુડિયોના કાચ તોડી કેમેરો અને રોકડ મળી રૂ. 87 હજારના મુદ્દામાલની ચોરી

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બગવાડા દરવાજા સામેના મ્યુનિસિપલ માર્કેટનો બનાવ

પાટણ શહેરમાં રાત્રી દરમ્યાન સ્ટુડિયાને નિશાન બનાવી તસ્કરો કેમેરા સહિત રોકડ મળી રૂ. 87 હજારના મુદ્દામાલની ચોરી કરતાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના બગવાડા દરવાજા સામે મ્યુનિસિપલ માર્કેટમાં સંજય ઠાકોરનો સ્ટુડિયો આવેલ છે. રવિવારે કામ પૂર્ણ કરી કેસ કાઉન્ટરમાં રોકડ અને પોતાનો કેમેરો મૂકી ઘરે ગયા હતા. અને સોમવારે પોતાના સ્ટુડિયોમાં સવારે આવ્યા હતા ત્યારે સ્ટુડિયોના દરવાજાના કાચ તૂટેલો જોતાં રાત્રીના સમયે તસ્કરો દરવાજાનો કાચ તોડી અંદર પ્રવેશ કરી સ્ટુડિયામાં રહેલો કિંમત રૂ. 70 હજારનો કેમેરો તથા ટેબલના ડ્રોઅરમાં પડેલ રોકડ રૂ. 17 હજાર રૂપિયા મળી કુલ રૂ. 87 હજારની ચોરી થઈ હોવાનું જણાતાં પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો