મુલાકાત:પાટણની ઐતિહાસિક ફતેહસિંહરાવ લાયબ્રેરીની મુલાકાતે અમદાવાદથી પુસ્તક પ્રેમી યુગલ આવ્યું

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણની ઐતિહાસિક ફતેહસિંહરાવ લાયબ્રેરી 132 વર્ષથી કાર્યરત છે. આજ સુધી આ લાયબ્રેરીમાં કેટલાય મહાનુભાવોએ મુલાકાત લીધેલી છે પરંતુ આજે ખાસ પુસ્તકપ્રેમી અને લાયબ્રેરીનાં શુભચિંતક એવા આરતીબેન કકરોડે અને સંતોષભાઈ કરોડેએ લાયબ્રેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ષષ્ઠીપૂર્તિની ઉજવણી કરી હતી. આ પ્રસંગે લાયબ્રેરીનાં કોમ્પ્યુટર વિભાગનાં દાતા ભરતભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લાયબ્રેરીની પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાનો આનંદ વ્યકત કર્યો હતો અને કરોડે દંપતિને ષષ્ઠીપૂર્તિની શુભેચ્છાઓ પાઠવી હતી.

60 પુસ્તકોની ભેટ
આ પ્રસંગે આરતીબેન કરોડેએ જણાવ્યું હતું કે, અમો ગુજરાતની ઘણી લાયબ્રેરીઓની મુલાકાત લીધી છે પરંતુ આવી પ્રાચીન અને સતત કાયરત અને અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેવી એકમાત્ર લાયબ્રેરી છે. તેઓએ સમગ્ર લાયબ્રેરીનાં તમામ પ્રાચીન કબાટો, ફર્નિચર, પુસ્તકો વગેરેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ પાટણની લાયબ્રેરીને 60 પુસ્તકોની ભેટ આપી હતી.

પ્રવૃત્તિઓ વિશે જાણકારી આ
આ પ્રસંગે પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા કરોડે યુગલનું ભાવભીનું સ્વાગત કરી લાયબ્રેરીની તમામ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી. આ પ્રસંગે પાટણની યાદગીરીરુપે રાણીની વાવની પ્રતિકૃતિ, બુકે, શાલ તથા કેક કાપીને ષષ્ઠીપૂર્તિની ઉજવણી તમામ લાયબ્રેરી પરીવારનાં શ્રોતાઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જયેશભાઈ વ્યાસ, રાજેશભાઈ પરીખ, સુરેશભાઈ દેશમુખ, કેશવલાલ ઠક્કર, કમલેશભાઈ સ્વામી, કમલેશભાઈ વ્યાસ, ચેતનભાઇ દેસાઇ, રમેશભાઈ ગોલે, લાયબ્રેરીનાં દાતાઓ, મને જાણોનાં શ્રોતાઓ તથા પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી. આભારવિધિ મંત્રી મહાસુખભાઇ મોદીએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ પાગેદારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...