• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • A Blood Donation Camp Was Organized On The Occasion Of Besna In Sankhari Village, More Than 50 Bottles Of Blood Were Collected.

રક્તદાન મહાદાન:સંખારી ગામમાં બેસણાના પ્રસંગમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું, 50થી વધુ બોટલ બ્લડ એકત્ર કરાયું

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના સંખારી ગામે આવેલી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આજરોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 50 કરતાં વધારે બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. સંખારી ગામના પર્યાવરણ પ્રેમી મહેશભાઈ પટેલ દ્વારા અવારનવાર પોતાના જન્મદિવસ તેમજ માતાપિતા અને બાળકોના જન્મદિવસની ઉજવણી પાટણ શહેરના સહસ્ત્ર તરુવન ખાતે વૃક્ષારોપણ કરી અનોખી રીતે ઉજવણી કરતા હોય છે.

ત્યારે મહેશભાઈ પટેલના દાદીમા ઉજીબેન મોહનભાઇ પટેલ 100 વર્ષ પુરા કરી દેવલોક પામ્યા હતા.જેને લઈ તેમના બેસણામાં આજરોજ સંખારી ગામે આવેલ બહુચર માતાના મંદિરે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સગાસંબંધી તેમજ ગ્રામલોકો રકતદાન કર્યું હતું.અને કુલ 50 બોટલ ઉપર રકતદાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...