આયોજન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના આયોજન માટે પાટણમાં ભાજપની બેઠક યોજાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની નૂતન હાઈસ્કૂલ ખાતે મળેલી બેઠકમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પાટણ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં તા.17મી સપ્ટેમ્બરેનાં રોજ જન્મ દિવસની ઉજવણીનાં ભાગરૂપે તા.17 મી સપ્ટેમ્બરથી તા. 7મી ઓક્ટોબર સુધી વિભિન્ન પ્રકારનાં સેવાકાર્યોનું આયોજન હાથ ધર્યું છે. આ અંગેના આયોજન માટે પાટણની નૂતન હાઈસ્કૂલ ખાતે સંગઠનની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સમગ્ર સપ્તાહ દરમિયામન ૨કતદાન શિબિરો, રોગ નિદાન કેમ્પ, ફુડ વિતરણ, નમો એપ ડાઉનલોડ વગેરે સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોય બેઠકમાં પક્ષના પદાધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શહેરની સંસ્થાઓને સાંકળીને આ વિવિધ સેવાકાર્યો કરવાનું નક્કી કરાયું હતું. આ પ્રસંગે ભાજપનાં નવા હોદ્દેદારો પદાધિકારીઓનું સન્માન પણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...