તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખીમીયાણા પાસે કુતરુ આડું આવતાં જાખાના ગામના બાઇક ચાલકનુ મોત

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાણસ્મા-પાટણ હાઈવે પર અકસ્માત
  • પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ચાણસ્મા-પાટણ હાઇવે પર ખીમીયાણા નજીક કુતરૂ આડું આવતા જાખાના ગામના બાઇક ચાલકે મંગળવાર રાત્રે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો. જ્યાં રોડ પર પટકાતાં યુવાનનુ મોત થયુ હતુ. અા અંગે ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે ખબર અાપી હતી.

ચાણસ્મા તાલુકાના જાખાના ગામના પરમાર અજયસિંહ બળવંતસિંહ તેમના કુંટુબીભાઇ વિજયસિંહ બળવંતસિંહ પરમાર સાથે બાઇક નંબર જીજે 38 અેડી 4649 લઇને મંગળવારે રાત્રે પાટણથી જાખાના અાવી રહ્યા હતા.

ત્યારે ખિમિયાણા અને મહેમદપુર વચ્ચે હાઇવે પર અચાનક કુતરૂ અાડું અાવતાં બાઇક ઉપર કાબુ ગુમાવીને રોડ પર પટકાયા હતા. જેમને માથાના ભાગે ગંભીર ઇજાઅો થતાં અજયસિંહનુ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. જયારે વિજયસિંહને ઇજાઅો થઇ હતી. ઇજાગ્રસ્તે પાટણ તાલુકા પોલીસ મથકે ખબર આપતાં તપાસ પીઅેસઅાઇ કે.બી. દેસાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...