લોકાર્પણ:પાટણમાં લીંબચ માતાની પોળમાં રૂપિયા 1.26 કરોડના ખર્ચે તૈયાર થયેલી વાળંદ સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકાર્પણ નિમીતે હવન યોજાયો, દાતાઓનું સન્માન કરાયું

પાટણમાં લીંબચ માતાની પોળમાં રૂપિયા 1.26 કરોડના ખર્ચે તૈયાર થયેલી વાળંદ જ્ઞાતિ સમાજ પાટણની નવનિર્મિત વાડીનું લોકાર્પણ સમાજના દાતાઓ અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લીમ્બચીયા જ્ઞાતિ સમાજના લોકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેરના સાલવિવાડા વિસ્તારમાં લીંબચ માતા ની પોળ માં શ્રી લીમ્બચ માતાનું આદ્યસ્થાન આવેલ હોઈ અહીં વર્ષેદહાડે અનેક સંઘો માતાજીના દર્શનાર્થે આવે છે. ત્યારે મોહલ્લામાં વાળંદ જ્ઞાતિ સમાજ પાટણની જે વાડી હતી તે વાડી જુની અને જર્જરિત હોવાને કારણે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ વાડીને નવીન બનાવવા માટે મહોલ્લાના રહીશો અને દાતાઓના સહયોગથી કામગીરી હાથ ધરી હતી.

29/1/ 2017 ના રોજ વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષની કામગીરીના અંતે રૂપિયા 1.26 લાખના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન સુવિધાઓ સાથેની નવીન વાડી નું લોકાર્પણ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું હતું.વાડીના ઉદ્ઘાટન બાદ રામેશ્વર મહાદેવ ખાતે વાડી બનાવવામાં પોતાનો આર્થિક સહયોગ આપનાર દાતાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં દાતાઓ અને આમંત્રિત મહેમાનો નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નવચંડી યજ્ઞ પણ યોજાયો હતો.જેમાં પાંચ યજમાન દંપતીઓએ લાભ લઇ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. આ કાર્યક્રમમાં પાટણના અગ્રણી દેવદત્ત જૈન,પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ, વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોર, મનોજ પટેલ, આશાબેન ઠાકોર, મંદિરના ટ્રસ્ટીઓ જીતુભાઈ જાદવ ચંપકભાઈ લીમ્બાચીયા ભાઈલાલભાઈ લીંબચીયા, સુરેશ ભાઈ લીમ્બાચીયા સહિત સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...