પ્રજામાં ભય:પાટણમાં 72 વર્ષના વૃદ્ધને રખડતા ઢોરે ભેટું મારતાં કપાળમાં ત્રણ ટાંકા આવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસમાં 5 લોકોને રખડતાં ઢોરના હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચ્યા પ્રજામાં ભય પ્રસર્યો

પાટણ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી રોડ રસ્તાઓ ઉપર રખડતા ઢોરોના હુમલાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે. શુક્રવારે સાંજે વધુ એક 72 વર્ષના આધેડને રખડતા ઢોરે કપાળમાં ભેટું મારતાં માથાના ભાગે ગંભીરતા થતા ત્રણ ટાંકાઓ આવ્યા હતા. પાલિકા પાંચ દિવસથી થઈ રહેલા ઢોરોના હુમલામાં પાંચ લોકોને ઈજા થવા છતાં આંખ આડા કાન કરી કંઈ પણ કાર્યવાહી ના કરતા લોકો ભારે રોષે ચરાયા છે.

શહેરના ચાચરિયાના મોટા પાડામાં રહેતા 72 વર્ષિય વિનોદભાઈ બાબુભાઈ મોદી રોજિંદા નિયમ મુજબ મોડી સાંજે હિંગળાચાચર ખાતે કામ અર્થે આવ્યા હતા.પાટિયા પર તેમના અન્ય મિત્રો સાથે બેસી સમય થતાં ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે નાણાવટી સાબુની દુકાન આગળના ભાગે ઊભેલ રખડતા ઢોર પૈકી એક ગાયે પાછળથી તેમને ભેટું મારી નીચે પાડી દીધા હતા.

રોડ પર પછડાતા કપાળના ભાગે વધુ ઇજાઓ થતા લોહીલુહાણ થઈ ગયા હતા. તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં કપાળમાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. ઉપરાંત સીટી સ્કેન પણ કરાવવું પડ્યું હતું. સદનસીબે મગજના ભાગે ઇજાઓ ન થતા જોખમ ટળ્યું હતું.

5 દિવસમાં 5 લોકો ઢોરના હુમલાનો ભોગ બન્યા
30 ઓગસ્ટના રોજ બે મહિલાઓને ઈજાગ્રસ્ત બાદ 1 ઓગસ્ટે ફરી એક મહિલાને ગળાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ગુરુવારે એક બાઈક ચાલક ને રસ્તામાં વચ્ચે ઢોર આવતા અકસ્માતમાં 3 દાંત પડી ગયા હતા. શુક્રવારે સાંજે વધુ એક 72 વર્ષના વૃદ્ધને ઈજાગ્રસ્ત કરતા માથામાં ઇજાઓ પહોચી છે. આમ પાંચ દિવસની અંદર 5 લોકોને ઘાયલ કરતા ઢોરોના હુમલાથી ભયભીત બન્યા હોય રસ્તા પરથી પસાર થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

પાલિકાનું તંત્ર નિષ્ફળ ,હવે પશુપાલકો માનવતા બતાવી લોકોની સુરક્ષા માટે ઢોરોને બાંધી રાખે એજ એક ઉપાય
શહેરીજન વિજય જોશીએ જણાવ્યુ હતુ કે પાલિકા રખડતા ઢોરોના રોજ થતા હુમલાઓથી અજાણ નથી.છતાં જાણે પ્રજાની પીડા ન દેખાતી હોય તેવું લાગી રહ્યું છે. રખડતા ઢોરો ની સમસ્યા 3 વર્ષથી હોય પાલિકા તંત્ર હલ કરવામા નિષ્ફળ ગયુ છે.હવે લોકોની સુરક્ષા અને સલામતી માટે માનવતાના ધોરણે ઢોરના માલિકો સમજીને ઢોરો ઘરે બાંધી રાખે તો જ પ્રજા શાંતિથી રસ્તાઓ પર ફરી શક્શે નહિ તો પાલિકાના ભરોસે આ સમસ્યા ક્યારે હલ થશે નહિ અને લોકો રોજ ભોગ બનતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...