તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:બ્રાહ્મણવાડા નજીક ઇકોની ટક્કરે બાઈકસવાર 7 વર્ષની બાળકીનું મોત

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંડલના કરસનપુરાના વતની બાઈક પર પુત્ર-પુત્રી સાથે બહેનના ઘરે એલમપુર મુકામે નીકળ્યા હતા

બ્રાહ્મણવાડા નજીક શનિવારે ઈકોના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પર સવાર કરસનપુરા ગામના પિતા અને બે સંતાન ઘાયલ થયા હતા. જેમાં 7 વર્ષની દીકરીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પિતા-પુત્રને વધુ સારવાર માટે ધારપુર ખસેડ્યા હતા. ચાણસ્મા પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધાયો હતો.માંડલ તાલુકાના કરસનપુરા ગામના વતની રાજુભાઈ અમરજી ઠાકોર તેમના દીકરો અને દીકરીને બાઈક પર બેસાડી તેમની બહેનના ઘરે એલમપુર મુકામે નીકળ્યા હતા. ત્યારે શનિવારે બપોરે બ્રાહ્મણવાડા ગામ નજીક ઈકો ગાડીના ચાલકે સામેથી ટક્કર મારતા ત્રણેય જણ રોડ ઉપર ફંગોળાયા હતા જેમાં સાત વર્ષની દીકરી દેવીકા બેન નું કમકમાટી ભર્યુ મોત થયું હતું આ અકસ્માત દરમિયાન રાજુજી અને તેમના દીકરાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર સારું ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ અંગે મૃતકની માતાએ ચાણસ્મા પોલીસ મથકે ઈકોગાડી જીજે 2 સીએ 6889 ના ચાલક પટેલ ગૌતમ કુમાર શંકરભાઈ રહે વેણપુરા સામે ફરિયાદ નોંધાવી હતી તેની તપાસ અધિકારી પી.એસ.આઇ આર.વિ. પટેલ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો