અજગર પકડાયો:પાટણના અનાવાડા હરિઓમ ગોશાળા પાસેથી 6 ફૂટનો અજગર દેખા દેતા જીવદયા પ્રેમીઓએ પકડી જંગલમાં છોડ્યો

પાટણએક મહિનો પહેલા

પાટણના અનાવાડા હરિઓમ ગો શાળા નજીક 6 ફૂટનો અજગર રોડ ઉપર પસાર થતા નજરે પડ્યો હતો. જેની જાણ જીવદયા પ્રેમીને કરવામાં આવતા તેઓની ટીમે ઘટના સ્થળે પહોંચી અજગરને પકડી લીધો હતો. અજગરની લંબાઈ આશરે 6 ફુટની છે. ગ્રામજનો અજગરને જોવા ઉમટી પડ્યા હતા.
અજગરને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા
પાટણ તાલુકાના અનાવાડા ગામ નજીક હરિઓમ ગૌ શાળા પાસે મેન રોડ પરથી પસાર થતા નગરપાલિકા ફાયર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભરવાડ ગામડેથી ફરજ પર આવતા હતા. તેઓને રાત્રે અજગર રસ્તામાં જોવા મળતા તેમને જીવદયા પ્રેમી બંટી ભાઈને કોલ કર્યો હતો. ત્યારે હરિઓમ ગૌશાળાના ગૌ પ્રેમી સાથે મળી ટીમે અજગરને પકડ્યો હતો. આ અજગરને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. અજગરની લંબાઈ આશરે 6 ફૂટ છે અને વજન 12 કિલો જેટલું હોવાનું જણાવ્યુ હતું. આ અજગરને પકડી બાલારામના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હોવાનું જીવદયા પ્રેમી બંટી શાહે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...