વ્યસન મુક્તિ:કાનોસણમાં 5 વર્ષની પુત્રીએ માતા પિતાને વ્યસન છોડાવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે તમાકુ છોડી દો, મારૂ શું થશે શબ્દો પુત્રીના મોઢે સાંભળતા નિર્ણય લીધો

કાનોસણ ગામમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવતા આરોગ્યકર્મી નરેશ પટેલ સહિત આરોગ્યની ટીમ ટીબી અને સગર્ભા મહિલાઓની મુલાકાત દરમ્યાન ગામમાં રહેતા પતિ ઠાકોર જહુજી અને માતા ઠાકોર નાની બેન બંને ગુટકાના વ્યસની હોય પરિવારની મુલાકાત લીધી હતી.

વ્યસન મુક્તિની વાત કરતા હતા. તે દરમિયાન દંપતીની પાંચ વર્ષની નાની પુત્રી આ વાતો સાંભળતી હતી. ત્યારે પોતાના માતા-પિતાને ગુટખા છોડવા માટે અપીલ કરતા કાલીઘેલી ભાષામાં કહ્યું હતું કે તમે આ ગુટકા છોડી દો મારું શું થશે, તેવા લાગણીસભર શબ્દો માતા-પિતાના કાનમાં પડતા દીકરીનું માનતા હોય તેમ દંપતીએ વ્યસન છોડવાનો નિર્ધાર કર્યો હતો. દીકરીની વાત માની માતા-પિતા વ્યસન મુક્ત બનતા દિકરી સહિત આસપાસના રહીશો તેમજ સ્થળ પર હાજર આરોગ્યની ટીમમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...