તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:પાટણ સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ભગવાનના મંદિર ખાતે 40 દિવસના ઉપવાસ સંપન્ન કરાયાં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધી સમાજે ચાલીયા સાહેબ અને ઝુલેલાલ ભગવાનનાં દર્શન અને પુજા કરી આશિર્વાદ મેળવ્યા

પાટણ શહેરમાં વસતા સમસ્ત સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલનાં સ્થાનકે ચાલીયા સાહેબના 40 દિવસના ઉપવાસની સમાપન વિધિ મંગળવારના રોજ ધર્મમય માહોલમાં યોજાઇ હતી.

આ પ્રસંગે સિંધી સમાજના સૌ કોઈએ ભગવાન ઝૂલેલાલ સહિત ચાલીયા સાહેબની 40 દિવસના ઉપવાસની વિધિ વિધાનની પૂજા વિધિ સંપન્ન કરી હતી. છેલ્લા સાત વર્ષથી સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા પોતાના નિવાસ સ્થાને ચાલીયા સાહેબના 40 દિવસ ઉપવાસ ની આરાધના કરવામાં આવે છે. જેમાં પોતાના ઘર મંદિરના સ્થાનકોમાં મીઠા ભાત સહિત વિવિધ નિવૈધ ધરાવી ચાલીયા સાહેબની આરાધના કરવામાં આવે હતી.

ઝુલેલાલ મંદિર ખાતે 40 દિવસ તપની આરાધના કરનાર શ્રદ્ધાળુઓએ ચાલીયા સાહેબના 40 દિવસીય ઉપવાસ સમાપન પ્રસંગે ચાલ્યા સાહેબ સહિત ભગવાન ઝૂલેલાલનાં દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ કાર્યક્રમ માં ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...