તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • A 30 bed Covid Center With All Arrangements Was Started By A Charitable Organization In A High School In Balisana Village Of Patan.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્થાની સેવા:પાટણના બાલીસણા ગામે આવેલી હાઈસ્કૂલમાં સેવાભાવી સંસ્થા દ્વારા તમામ વ્યવસ્થા સાથે 30 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરાયું

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
આ કોવિડ સેન્ટર અતિ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહેશે. - Divya Bhaskar
આ કોવિડ સેન્ટર અતિ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહેશે.
 • સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ સાથે બાલીસણા ગામે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
 • કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં દદીઓ માટે આ કોવિડ સેન્ટર ઉપકારક બનશે

કોરોનાની બીજી લહેરમાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લો પ્રભાવિત થયા છે. ત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને સમયસરની સારવાર ઉપલબ્ધ બની રહે તે માટે પાટણમાં અનેક સેવાકીય પ્રવ્રૂતિ કરતી સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા બાલીસણા ખાતે આવેલી હાઈસ્કૂલના પ્રાર્થના હોલમાં 30 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

બાલીસણા હાઈસ્કૂલનાં પ્રાર્થના હોલમાં કાર્યરત કરવામાં આવેલા આ કોવિડ કેર સેન્ટરમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની સુવિધા જેવી કે બેડ, ગાદલું, ઓશીકું ચાદર અને હેન્ડ સેનેટાઈઝર સહિતની 30 કીટ બનાવી કોરોનાના સામાન્ય લક્ષણો રાબતા ધરાવતા 30 પેશન્ટને આ સેવાનો લાભ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સાથે સાથે કોવિડ કેર સેન્ટરની સમયસરની સફાઈ માટેમાં ઉભું પોતું, ઝાડુ, ફીનાઇલ, ગરમ નાસ માટે સ્ટીમર, એક બ્લુટુથ કનેક્ટ મ્યુઝીક બલ્બ (સંગીત માટે), ડોલ અને ટબ વગેરેની વ્યવસ્થા પણ સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું ટ્રસ્ટના સેવાભાવી સભ્ય સ્નેહલ ભાઈ પટેલ જણાવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે બાલીસણા મુકામે કાર્યરત કરાયેલ કોવિડ કેર સેન્ટરની સુવિધા કોરોનાનાં અતિ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ખૂબ જ ઉપકારક બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો