આપઘાત:સાંતલપુર રેલવે સ્ટેશન નજીક 25 વર્ષના યુવાને ટ્રેન નીચે ઝંપલાવ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રેનમાં યુવાને પડતું મૂકી આપઘાત કરતાં ઘટનાસ્થેળ લોકોના ટોળા - Divya Bhaskar
ટ્રેનમાં યુવાને પડતું મૂકી આપઘાત કરતાં ઘટનાસ્થેળ લોકોના ટોળા
  • પત્ની સાથે છૂટાછેટા થતાં 1 વર્ષથી યુવાન માનસિક તણાવમાં રહેતો હતો

સાંતલપુર રેલવે ફાટક નજીક સાંતલપુરના 25 વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.સાંતલપુરમાં રહેતો માળી જિગરભાઈ મહાદેવભાઈ મજૂરી કામ કરી જીવન ગુજારતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતો હતો. ગુરુવારે સાંજના સમયે યુવાને માલગાડી નીચે પડતું મુકી આપઘાત કરી ચકચાર મચી હતી.

ઘટનાની જાણ આસપાસ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસને જાણ થતા સ્થળ પર કાર્યવાહી કરી સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારને લાશ સોંપી હતી. જુવાનજોધ દીકરાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આધારભૂત સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષ જેટલા સમયથી પત્ની સાથે છૂટાછેટા થતાં યુવાન માનસિક તણાવમાં રહેતો હતો.

અન્ય સમાચારો પણ છે...