આપઘાત:પાટણના ખાન સરોવરમાં ઝંપલાવી 20 વર્ષના યુવકે આપઘાત કર્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘર કંકાસના કારણે કંટાળીને યુવકે આત્મહત્યા કરી હોવાની ચર્ચા

પાટણ શહેરમાં મોતીસા દરવાજા વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવકે ખાન સરોવરમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. પાટણ શહેરના ખાન સરોવરમાં ગુરુવારે વહેલી સવારે મોતીસા દરવાજા વિસ્તારમાં પીપળવાસ રહેતો 20 વર્ષિય પટણી મેહુલભાઈ શૈલેષભાઈ કોઇ કારણોસર પડી ગયો હોવાના સમાચાર પરિવારને મળતા સભ્યો અને સમાજના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

સ્થાનિકોએ પાટણ પાલિકાને જાણ કરતા પાલિકાના ફાઈટરો અને તરવૈયા આવી સરોવરમાં પડેલા યુવકની શોધખોળ શરૂ કરી હતી. બપોરના સમયે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.જેને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.સામાજિક સૂત્રોના જણાવ્યા અનુસાર ઘરના સભ્યોમાં લાંબા સમયથી ઘર કંકાસ હોય કંટાળીને યુવકે આત્મહત્યા કરી હોવાનું ચર્ચાઇ હતું.

કિનારા પરથી યુવકનું પાકીટ અને વસ્તુઓ મળી આવી
ખાનસરોવરના કિનારા પરથી યુવકના બુટ અને રૂમાલ સહિતની વસ્તુઓ સાથે તેનું પાકીટ પણ પડ્યું જેમાં કાગળો અને ફોટા પણ હતા જેથી તેની ઓળખ થઈ હતી અને વસ્તુઓ મૂકી સરોવરમાં પડતું મૂક્યું હોવાની આશંકા લાગતા તેમના પરિવારને જાણ કરાઈ હતી અને ત્યારબાદ શોધખોળ શરૂ કરતા મળી આવ્યો હતો.તેવું કોર્પોરેટર ભરત ભાટીયાએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...