સુવિધા:ધારપુરમાં 16 બેડનો મેડિસિન ICU વોર્ડ બનશે

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડની કામગીરી શરૂ કરાઈ - Divya Bhaskar
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડની કામગીરી શરૂ કરાઈ
  • કોરોના કાળમાં આવેલા વેન્ટિલેટર અને મોનીટરમાંથી 20થી 25નો ઉપયોગ કરાશે
  • 1 માસમાં કામ પૂર્ણ કરી આઇસીયુ વોર્ડ શરૂ કરાશે: ધારપુર મેડિકલ હોસ્પિ.ના સુપ્રિટેન્ડન્ટ

પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વધારે ગંભીર દર્દીઓને સારવાર મળી રહે તે માટે કોરોનામાં મળેલાં વેન્ટિલેટર અને મોનીટરનો ઉપયોગ કરી 16 બેડનો મેડિસિન આઇ.સી.યુ વોર્ડ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે એટલે દિવાળી બાદ આ વોર્ડ શરૂ થઈ શકે છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં 165 વેન્ટિલેટર અને 200 મોનિટર લાવવામાં આવ્યા છે. હાલમાં તેમાંથી માત્ર 50 ટકા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સાધનોનો ઉપયોગ થાય અને હોસ્પિટલની સુવિધામાં વધારો થાય તે માટે હોસ્પિટલમાં વધુ એક મેડિસિન આઇ.સી.યુ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 16 બેડની વ્યવસ્થા કરાશે. અગાઉના 25થી 25 વેન્ટિલેટર અને મોનિટર સહિતના તમામ સાધનોનો ઉપયોગ આ આઇ.સી.યુ વોર્ડમાં કરવામાં આવશે.ઓક્સિજનની લાઈન પણ રિપેર કરી તેનો ઉપયોગ કરાશે અને જરૂરી હશે ત્યાં વધારાની લાઈન નાખવામાં આવશે.જેથી આ આઇ.સી.યુ શરૂ કરવા માટે વધારે ખર્ચ થશે નહીં

ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું કે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મેડિસિન, સર્જરી, ઓર્થોપેડિક, ટીબીચેસ્ટ અને પિડિયાટ્રીકનો આઈ.સી.યુ છે તેમાં અલગ એક મેડિસિનનો આઈ.સી.યુ.બનાવવા માટેનું આયોજન કરાયું છે હાલમાં તેનું કામ ચાલી રહ્યું છે એકાદ માસમાં કામ પૂર્ણ થશે ત્યારબાદ આઇ.સી.યુ શરૂ કરવામાં આવશે.

ઉ.ગુજરાત અને કચ્છના દર્દીઓની સુવિધા વધશે
ધારપુર હોસ્પિટલમાં બની રહેલા 16 બેડના મેડિસિન આઇ.સી.યુ.થી પાટણ જિલ્લા ઉપરાંત આસપાસના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના ગંભીર દર્દીઓની સુવિધામાં વધારો થશે.આ આઈસીયુ બનવાથી હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...