અપહરણની ફરિયાદ:સાંતલપુરના ઝઝામનો 15 વર્ષિય કિશોર સ્કૂલથી ગુમ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુમ થયેલા કિશોરના પિતાએ સાંતલપુર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી

સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે રહેતા સોમાભાઈ જેમલભાઈ સોલંકીનો દીકરો કૈલાશ (ઉ. વ.15) સોમવારે ગામની શાળામાં અભ્યાસ અર્થે ગયો હતો. ત્યારે શિક્ષક જેઠાલાલનો ફોન આવ્યો તમારો પુત્ર બીજા વિદ્યાર્થીઓની ચોપડીઓ ફાડી નાખે છે. ત્યારબાદ થોડી વાર પછી ફોન આવ્યો કે તમારો દીકરો શાળાએથી રજા લઈને ગયો છે.

આ ઘટનાની વાત તેના પિતા શાળાએ પહોંચ્યા હતા. તો શાળાએથી તેનું દફ્તર મળી આવ્યું હતું અને તે હજુ સુધી ઘરે પહોંચ્યો ન હતો. સગા વાહાલામાં તપાસ કરતા તેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે ગુમ થનાર બાળકના પિતાએ સાંતલપુર પોલીસ મથક અપહરણ અને ગુમની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ એન. ડી. પરમાર જણાવ્યું હતું કે ફરિયાદ આધારે બાળકની શોધખોળ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...