ભોપાલથી 14 વર્ષની કિશોરી પાટણ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રેલ્વે પોલીસને મળતાં કિશોરી ગભરાયેલ હોય 181 અભયમ દ્વારા કિશોરીનું કાઉન્સેલિંગ કરતાં ઘરેથી ભાગી આવેલ હોવાનું બહાર આવતા પોલીસના નેટવર્ક દ્વારા પરિવારને જાણ કરી પરત ઘરે મોકલવાની પ્રક્રિયા કરાઈ હતી.
પાટણમાં બે દિવસ અગાઉ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં એકલી 14 વર્ષની કિશોરી ફરતી રેલવે પોલીસને મળતા પોલીસ દ્વારા તેના સુરક્ષાના ભાગરૂપે પૂછપરછ કરી પરંતુ ગભરાયેલો હોય વિગતો ના મળતા અંતે 181 અભયમને સંપર્ક કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ટીમની મહિલાઓ દ્વારા પ્રેમ ભાવ સાથે તેને વિશ્વાસમાં લઈ કાઉન્સેલિંગ કરતા તેને સમગ્ર હકીકત જણાવી હતી.
જેમાં કિશોરી ભોપાલની રહેવાસી હોય ઘરમાં પરિવાર સાથે બોલા ચાલી થતા નારાજ થઈ નીકળી ગઈ હતી. વિવિધ રેલવે સ્ટેશનમાં ફરતા ફરતા રેલવે મારફતે પાટણમાં આવી પહોંચી હતી. અભયમ ટીમે પોલીસને હકીકત જણાવતા પોલીસ દ્વારા 1098 ડાયલ ફ્રી નંબર પર જાણ કરી પોલીસ નેટવર્ક દ્વારા ભોપાલની પોલીસનો સંપર્ક કરી પરિવાર મળી આવતા દીકરીને પરત સોંપવા માટેની પ્રક્રિયા કરી મોકલી અપાઈ હતી. તેવું અભયમ ના સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.