શંખેશ્વર તાલુકાના કુંવર ગામના ચાવડા 12 વર્ષીય દિલીપસિંહ રાજુભાઈએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ ચણાના પાકને કણજી ચકલા સહિતના પક્ષીઓ નુકસાન પહોંચાડી રહ્યા હોય તેને ખેતરમાંથી ભગાડવા માટે અને બાળકોના રક્ષણ માટે પોતાની કોઠાસૂઝથી એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ભંગાર હાલતમાં પડેલ સાયકલના ટાયરની રીંગ લઈ તેમાં પટ્ટીઓ લગાવી રિંગ ઉપર લોખંડની નાની સાંકળના ટુકડા ફિટ કર્યા બાદ ચક્ર તૈયાર કરી નીચે થાળી બાંધી એક પાઈપમાં ખેતરના મધ્યમાં ઉભું કરતા પવનના કારણે 24 કલાક ચક્ર ફરતા તેની સાથે બાંધેલ સાંકળ ફરી થાળી પર પડતાં મોટો અવાજ શરૂ થઈ જતા અવાજના કારણે પક્ષીઓ ખેતરમાં પ્રવેશ જ કરતા નથી. જેથી ચણાનો પાક સુરક્ષિત રહે છે.
તેના દેશી જુગાડને લઈ ખેડૂત પરિવારને પાક નુકશાનની ચિંતા હળવી બનતા આનંદિત થયા છે.અન્ય ખેડુતો આ જુગાડ કરવા પ્રેરાઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.