તિરંગો લહેરાયો:પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો

પાટણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ સહિત રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક નવનિર્મિત સો ફૂટ ઊંચો અને 18×20ની સાઈઝ ધરાવતો દેશની આન-બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત પાટણના ધારાસભ્ય તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવો અને રેલવે તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આજે શુક્રવારની સવારે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.

પાટણ રેલવે સ્ટેશન ખાતે રાષ્ટ્રધ્વજના લોકાર્પણ પ્રસંગે પાટણ રેલવે પોલીસના જવાનોની સાથે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડો.કીરીટ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના મહાનુભાવો તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા સલામી આપી રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...