વાવેતર:ચોમાસું સિઝનમાં જિલ્લામાં 98,325 હેક્ટરમાં વાવેતર

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાર્વત્રિક વરસાદ થતાં પાટણ જિલ્લામાં 35116 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. - Divya Bhaskar
સાર્વત્રિક વરસાદ થતાં પાટણ જિલ્લામાં 35116 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે.
  • સૌથી વધુ સમી તાલુકામાં 21,125 હેક્ટર વાવેતર, સાૈથી ઓછું સિદ્ધપુરમાં 3838 હેક્ટરમાં થયું
  • ખેડૂતોએ સૌથી વધુ ઘાસચારો અને કપાસનું વાવેતર કર્યું

જિલ્લામાં મેઘમહેર અને સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.જેને પગલે જિલ્લામાં 98325 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લાના તમામ તાલુકામાં ડાંગર, બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, પિયત કપાસ, ગુવાર, શાકભાજી, તેમજ ઘાસચારાનું નોંધપાત્ર વાવેતર થયું છે. જિલ્લામાં સૌથી વધુ સમી તાલુકામાં 21,125 હેક્ટર વાવેતર થયું છે.

પાટણ જિલ્લાના સમી તાલુકામાં સૌથી વધુ 21125 હેક્ટરમાં વાવેતર, શંખેશ્વરમાં 16070 હેક્ટરમાં વાવેતર, સાંતલપુરમાં 15910 હેક્ટરમાં વાવેતર, પાટણમાં 11010 હેક્ટરમાં વાવેતર, રાધનપુરમાં 10351 હેક્ટરમાં વાવેતર, ચાણસ્મા તાલુકામાં 7717 હેક્ટરમાં વાવેતર, સરસ્વતીમાં 7222 હેક્ટરમાં વાવેતર, હારિજમાં 5090 હેક્ટરમાં વાવેતર અને સિદ્ધપુરમાં 3830 હેક્ટર વાવેતર થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. જિલ્લામાં સૌથી વધુ 39644 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર ખેડૂતોએ કર્યુ છે.

જ્યારે કપાસનું વાવેતર પણ 35116 હેક્ટરમાં થયું છે. આ ઉપરાંત જિલ્લામાં કઠોળનું પણ 13584 હેક્ટરમાં વાવેતર થયું છે. બાલીસણા ગામના ખેડૂત વૈભવસિંહ ઠાકોરે જણાવ્યું કે આ વર્ષે સારો વરસાદ થયો છે. મારા 7 થી 8 વીઘાના વાવેતરમાં હવે સારો પાક લેવાની આશા દેખાઈ રહે છે. કુણઘેર ગામના ખેડૂત જયદિપભાઈ દેસાઈ જણાવ્યું છે કે આ સારો વરસાદ થતા પાક સારો મળવાની આશા દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...