લીગલ સેમિનાર:સાયબર ક્રાઈમના 92 % અને અન્ય ગુનાહિત 65% કેસો પૂરાવાના અભાવે પૂરવાર થતા નથી

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અદાલતમાં લીગલ સેમિનારમાં સાયબર ક્રાઇમ અને સજાનો ઓછો રેશીયો અંગે સંવાદ

પાટણ જિલ્લા અદાલત ખાતે મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે એક લીગલ સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં સાઇબર ક્રાઇમના વધી રહેલા કેસો સામે 92 ટકા કેસ પુરવાર કરી શકાતા નથી તે અંગે ચિંતા દર્શાવવામાં આવી હતી આ જ રીતે અદાલતોમાં ચાલતા કેસોમાં 35% કેસ જ સાબિત થઈ શકે છે તેને લઈને પોલીસ તપાસમાં રહેલી ખામીઓ દૂર કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. શનિવારે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન અને ગૃહ વિભાગના યજમાન પદે યોજાયેલા સેમિનારમાં કલેકટર સુપ્રીતસિંહ ગુલાટી એ જણાવ્યું હતું કે આ પ્રથમ એવી ઘટના છે જેમાં વહીવટી તંત્ર ,પોલીસ તંત્ર, કાનૂની તંત્ર અને સરકારી વકીલો એક સાથે ચર્ચા કરી રહ્યા છે .

ઈન્ચાર્જ જિલ્લા સરકારી વકીલ એમ.ડી પંડ્યાએ સાઇબર ક્રાઇમ અંગે ચિંતા દર્શાવી હતી કે 2010માં માત્ર 960 ગુના દેશમાં નોંધાયા હતા જે વધીને ડિસેમ્બર 2020 સુધીમાં 29000 થયા છે. સામે 92 ટકા કેસ પુરવાર થઇ શકતા નથી ત્યારે સાયબર ક્રાઇમ અને સાયબર કાનૂનની જાણકારી તપાસ અધિકારીઓ પાસે વધારે હોવી જરૂરી છે. સરકારી વકીલ એમ જી કોરાટે 100માંથી માત્ર 35 ટકા કેસ સાબિત થઈ શકે છે.

પોલીસ તપાસની ખામીઓ અને તેના ઉપાયો અંગે પોલીસ અધિકારી અને સરકારી વકીલોની ટીમ વચ્ચે સંવાદ થયો હતો. ડિસ્ટ્રિક્ટ જજે પ્રોસીક્યુશનની સ્થિતિમાં સુધારો થાય તેમ કહ્યું હતું .પોલીસ અધિક્ષકએ આ સંબંધે નક્કર પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું .કાર્યક્રમનું સંચાલન સરકારી મહેન્દ્રભાઈ ચૌધરી અને આભારવિધિ સરકારી વકીલ જે જે બારોટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...