તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવાતા:90% લકવાગ્રસ્ત ગરીબ દીકરીને સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલે દત્તક લીધી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ દ્વારા બાળકની મુલાકાત લેવાઈ. - Divya Bhaskar
સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ દ્વારા બાળકની મુલાકાત લેવાઈ.
  • પાટણના એક પરિવારની 10 વર્ષની પુત્રીનો દવા સહિતનો ખર્ચ ઉઠાવ્યો

પાટણ શહેરમાં મજુરી કરતા પરિવારની નાની દીકરી 90 % લકવાગ્રસ્ત થતાં પરિવાર સારવાર કરી શકે તેવી પરિસ્થિતિ ન હોઈ બાળકીની સારવાર અને સંભાળ માટે શહેરમાં ગરીબ બાળકોને ફ્રી માં અભ્યાસ કરાવતી સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ સ્કૂલ દ્વારા દત્તક લઈ તેનો સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે.

પાટણના હિન્દૂ સ્મશાન ભૂમિ પાછળ ખેતરમાં રહેતા અને ખેત મજુરી કરતા જરૂરીયાતમંદ પરીવારની 10 વર્ષની દીકરી કશીષ લક્ષમણભાઈ ભીલના શરીરનો 90% જેટલો ભાગ લકવાગ્રસ્ત છે. જેથી દીકરીની યોગ્ય સારવાર થાય અને સંભાળ લેવાય માટે શહેરની સ્વામી વિવેકાનંદ ફ્રી ઇવનિંગ શાળા પરિવાર દ્વારા દત્તક લેવામાં આવી છે.

શાળાના ટ્રસ્ટી ડો. હરેશભાઈ પટેલ તેમજ સિવિલના ફાર્માસિસ્ટ પાર્થભાઈ મિસ્ત્રીના સહયોગથી લકવાની બીમારીની યોગ્ય સારવાર તેમજ દવાઓની સંપૂર્ણ જવાબદારી શાળા પરીવાર કરશે. જરૂર જણાયે તમામ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ શાળા પરિવાર દ્વારા પુરી પાડવામાં આવશે. શાળા પરિવાર દ્વારા હાલમાં તેની સમય અનુકૂળતાએ મુલાકાત લઈ તેની સાર સંભાળ પણ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...