રજૂઆત:નવેમ્બરની પાલિકાની સામાન્ય સભાના 9 ઠરાવ મ્યુનિ. કમિશ્નરની કોર્ટમાં પડકારાયા

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સફાઈ કામદાર ભરતી, એજન્સીને છૂટી કરવા સામ કોર્ટમાં અપીલ કરાઈ

પાટણ પાલિકામાં ગત જુલાઈની સામાન્ય સભાના કેટલાક ઠરાવોને મ્યુનિસિપલ કમિશનરની કોર્ટમાં પડકાર્યા પછી અપક્ષ કોર્પોરેટર ડો. નરેશ દવેએ સોમવારે નવેમ્બરમાં યોજાયેલી ખાસ સામાન્ય સભાના નવ ઠરાવોને પણ કમિશનરની કોર્ટમાં પડકાર્યા છે અને આ ઠરાવનો અમલ ચીફ ઓફિસર દ્વારા કરવામાં ન આવે તે માટે વચગાળાનો હુકમ કરવા માગણી કરાઈ છે.

પાલિકાના અપક્ષ સભ્ય ડો.નરેશ દવએ ચીફ ઓફિસર અને પ્રમુખ પાલિકાને પ્રતિવિવાદી ગણાવી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 258 મુજબ પાલિકાની 1 નવેમ્બરની સામાન્ય સભાના વિવાદિત ઠરાવો સામે અપીલ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ગાંધીનગર ખાતે કરી છે.

જેમાં સામાન્ય સભા એજન્ડા સૂચિમાં ગત સભાની કાર્યવાહી વંચાણે લઈ મંજુર કરવા, બહુચર પંપીંગ સ્ટેશન પર એલટી કનેક્શનમાંથી એચડી એક્શનમાં રૂપાંતર કરવાના કામમાં મજૂરી બિલની ચુકવણી, ઈલેક્ટ્રીક ફીટીંગ કામગીરીની ચુકવણી, સફાઈ કામદારોની કરાર આધારિત ભરતી, ધી ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016 મુજબ ટાઉન વેન્ડિગ કમિટીની રચના, વ્યવસાય વેરા, મનોરંજન કરની ગ્રાન્ટના કામોની એજન્સીને છુટા કરીે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાનું કામ મુલતવી રાખવા અને તે અંગે પુનઃ વિચારણા તેમજ નવીન ફોગીંગ મશીનની ખરીદી કરવાના નિર્ણય સામે અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...