જુગાર:જુનીકુંવર ગામેથી 35000ની મત્તા સાથે 9 જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર તાલુકાના જુનીકુંવર ગામે પોલીસે રેડ કરી કુકરી પાસાથી જુગાર રમતા 9 શખ્સોને રોડક રૂ. 14680 મળી રૂ. 35680ની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા.

શંખેશ્વર તાલુકાના જુની કુવરગામે રહેતા ઠાકોર સુરેશજી કટુજીના ખુલ્લા ઢાળીયામાં કંુકરી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી અાધારે શંખેશ્વર પોલીસે રેડ કરી 9 જુગારીઓને રોકડ રૂ.14680, મોબાઇલ નંગ 6 (કિ.રૂ.21000) મળી કુલ રૂ.35680 સાથે ઝડપી પાડ્યા હતા.

શંખેશ્વર પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે લઈ રાઠોડ ભરતસિંહ રતનસિંહ , ઠાકોર મેવાજી કરશનજી, ચાવડા (નાડોદા) રાજુભાઇ વજુભાઇ, રાઠોડ કલુભા ધીરૂભા, ઠાકોર સુરેશભાઇ કટુજી, વણકર જગદીશભાઇ નરસિંહભાઈ, પ્રવિણભાઇ દાનાભાઇ, ખાનાભાઇ પુંજાભાઇ, વણકર કનુભાઇ અમરાભાઇ સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...