તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરા વસુલાત:પાટણ પાલિકા દ્વારા 5 માસમાં 9 કરોડની વેરા વસુલાત કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 44 % મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો

પાટણ શહેરમાં રહેણાક અને કોમર્શિયલ મળી 37000 મિલકત ધારકો દ્વારા એડવાન્સ ટેક્ષ નગરપાલિકામાં જમા કરાવ્યા પછી બાકીના મિલકત ધારકો પાસેથી વેરા વસુલાતની કામગીરી હાથ ધરી છે જેમાં પાલિકા દ્વારા માંગણા બિલોની નોટીસ ડોર ટુ ડોર જઈને અપાઈ રહી છે સાથે વસુલાત પણ ચાલી રહી છે જેમાં છેલ્લા 5 માસમાં રૂ.9 કરોડ જેટલી વસુલાત થવા પામી છે.

પાલિકા દ્વારા હાલમાં વેરા વસુલાતની કામગીરી ચાલી રહી છે જેમાં કુલ 83640 મિલકતો પૈકી 37000 મિલકતદારો(44%) દ્વારા એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો હતો બાકીના (56%)મિલકતધારકોને બે ટીમો બનાવીને ડોર ટુ ડોર જઈને વેરા નોટિસ બજવવાની કામગીરી પૂરી થવામાં આવી છે.

ગયા એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષમાં ઓગસ્ટ સુધીમાં રૂ.9 કરોડ જેટલી વસુલાત થઈ છે.આગામી દિવસોમાં કામગીરી સઘન બનાવાશે.નોટિસ ઈશ્યુ થાય પછી 1 મહિનામાં વેરો ભરપાઇ કરે તો મિલકતવેરામાં 10% રિબેટ આપે છે તેમ વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...