સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર:પાટણમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 88.85 ટકા પરિણામ આવ્યું, 14 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું

પાટણ2 મહિનો પહેલા
વિદ્યાર્થીઓ એ મોબાઈલ માં પરિણામ જોયા
  • 464 વિદ્યાર્થીઓએ A2, 1443 વિદ્યાર્થીઓએ B1 અને 1980 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો
  • 1740 વિદ્યાર્થીઓએ C1 અને 787 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સના પરિણામ બાદ આજે શનિવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 88.85 ટકા પરિણામ જાહેર થયું હતું.

નોંધનીય છે કે જિલ્લામાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું. પાટણના 13 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં પાટણ કેન્દ્રનું 91.96, સિદ્ધપુરનું 92.26, રાધનપુરનું 92.61, ચાણસ્માનું 86.38, કોઇટાનું 83.77, વાયડનું 84.40, મેથાણનું 91.38, ધીનોજનું 76.07, હારીજનું 88.73, શંખેશ્વરનું 90.91, વારાહીનું 96.83, સમીનું 97.91, બાલીસણાનું 78.54 ટકા પરિણામ આવ્યું હતું. પાટણ જિલ્લામાં સૌથી વધુ પરિણામ સમી તાલુકાનું નોંધાયું હતું અને ઓછું ધીનોજનું 76.07 ટકા નોંધાયું હતું.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.

પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જિલ્લાના 7300 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 464 વિદ્યાર્થીઓએ A2, 1443 વિદ્યાર્થીઓએ B1 અને 1980 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. 1740 વિદ્યાર્થીઓએ C1 અને 787 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 57 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 1 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...