મહેનતનું પરિણામ:પાટણમાં એલ.આઇ.સી એજન્ટનો પુત્ર જિલ્લામાં ફર્સ્ટ, ડ્રાઇવરની દીકરીનું UPSC પાસ કરવાનું સપનું

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણ જિલ્લાનું 88.85 ટકા પરિણામ જાહેર થયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે શનિવારે સવારે માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાનું 88.85 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં જિલ્લામાં 14 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યુ હતું.

પાટણ જિલ્લામાં પ્રથમ નંબરે આવેલ યસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારે 99.97 PRઆવ્યા છે. હું જે દિવસે શાળામાં જેટલો અભ્યાસ કરતો હતો તે તમામ અભ્યાસનું એ દિવસે રીવિઝન કરી લેતો હતો. દિવસનું શૈક્ષણિક કાર્ય બાદ કરી છ કલાકથી વધુ મહેનત કરતો હતો. મને જે વિષયમાં વધુ રસ હતો તેમાં વધુ ધ્યાન આપતો હતો અન્ય વિષયોમાં પણ સારા માર્ક મળે તે માટે વાંચન કરતો હતો. મારુ આઇઆઇએમમાં જવાનું સપનું છે.

યસ પ્રજાપતિ.
યસ પ્રજાપતિ.

હાલમાં બી કોમ ઇંગ્લીશ સાથે અભ્યાસ કરી અને આઈ.આઈ.એમ જવા માટેની પરીક્ષા યોજાનાર છે. તેના માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરનાર છું. મારા પિતા એલ.આઇ.સી ના એજન્ટ છે. મારી પાછળ મારા મમ્મી પપ્પા ખૂબ જ અપેક્ષા અને અભ્યાસમાં મદદરૂપ થવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે મારી શાળાના ગુરુજનો પણ ખૂબ સહયોગ આપ્યો છે.

ખુશી પટેલ.
ખુશી પટેલ.

ખુશી પટેલનું પરિવાર માટે upscપાસ કરવા સપનું
ખુશી પટેલે જણાવ્યું હતું કે. મારે 700/633 માર્ક્સ આવ્યા છે. હું રોજે રોજનો અભ્યાસ શાળાથી ઘરે આવીને રીવિઝન કરતી હતી. શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન પૂરતું ધ્યાન આપવાથી તમામ બાબતો શીખી શકતી હતી. જેથી પરીક્ષા દરમિયાન મારે ખૂબ ઓછી મહેનત કરવી પડી હતી. મારો અનુભવ કહે છે કે જો વિદ્યાર્થીઓ શાળામાં થતા શૈક્ષણિક કાર્યમાં પૂરતું ધ્યાન આપે તો તેમને ઓછી મહેનતથી સારું પરિણામ મેળવી શકે છે.

મારા પિતા ખાનગી ગાડીઓના ડ્રાઇવર છે આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે પણ મને હુંફ અને યોગ્ય સગવડો પૂરી પાડતા હું આજે સારું પરિણામ મેળવી શકી છું. મારું મારા પરિવાર માટે એકમાત્ર સ્વપ્ન યુપીએસસી પાસ કરવાનું છે. એના માટે હું અત્યારથી જ તૈયારીઓ કરી રહી છું.

સોની નિત્યા.
સોની નિત્યા.

સોની નિત્યાએ જણાવ્યું હતું કે. બોર્ડની પરીક્ષા પૂર્વે અગાઉ બોર્ડની પરીક્ષામાં યોજાઈ ગયેલા પ્રશ્નપત્રનું વધુમાં વધુ સોલ્યુશન કર્યું હતું તેમજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બાદ ઘરે આવીને તેનું પુનરાવર્તન કરતી હતી 5 થી 7 કલાક રોજ મહેનત કરતી હતી મારું સી.એ બનવાનું સપનું છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લામાં A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ

 • (1)પ્રજાપતિ યશ જયેશભાઈ પાયોનિયર સ્કૂલ, પાટણ 700-662 ટાકા 94.57
 • (2)રાવળ હિતાક્ષીબેન સંજયકુમાર શાળાનું નામ આદર્શ વિદ્યાલય, પાટણ 700-655 ટાકા 93.55
 • (3)જાડેજા રાજયપાલસિંહ આર. બી.ડી.વિદ્યાલય, પાટણ 700-646 ટાકા 92.28
 • (4)મનસુરી આરજુબેન ઈકબાઈભાઈ આઈ.ડી.શેલીયા કાકોશી, સિદ્ધપુર (અંધવિદ્યાર્થિની) 700/641 ટાકા 91.57
 • (5)રાજગોર દેવાંશ કનુભાઈ પાયોનિયર સ્કૂલ, પાટણ 700-640ટાકા 91.43
 • (6)પંચાલ સાક્ષીલકુમાર કલ્પેશભાઈ આઈ.ડી.શેલિયા કાકોશી, સિદ્ધપુર 700-640 ટાકા 91.43
 • (7)સોની નિત્યા રાકેશભાઈ પીપીજી એક્સપેરિમેન્ટલ, પાટણ 700-634ટાકા 90.57
 • (8)રાવલ કેયુર મહેશભાઈ રણુંજ હાઈસ્કૂલ, રણુંજ 700-637ટાકા 91.00
 • (9)જેષ્ટી માનસીબેન નવિનચંદ્ર,પાયોનિયર સ્કૂલ, પાટણ 700-634 ટાકા 90.57
 • (10)પટેલ ખુશી સંજયકુમાર પીપીજી એકસપેરિમેન્ટલ, પાટણ 700-633ટાકા 90.42
 • (11)ઠક્કર હેલીબેન પરેશ કુમર આદર્શ વિદ્યાલય, પાટણ 700-632 ટાકા 90.28
 • (12)દવે કર્તવ્ય દિનેશકુમાર આદર્શ વિદ્યાલય, પાટણ 700-631 ટાકા 90.14
અન્ય સમાચારો પણ છે...