તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:પાટણ સિવિલમાં 55 દિવસમાં જ વાયરલ ફીવરના 8849 કેસ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ અને ઓગસ્ટમાં તાવ,શરદી,ખાંસાના કેસો વધ્યા

પાટણ શહેર સહિત જીલ્લામાં તાવ શરદી ખાંસીના રોગોના ભરડાને લઈ સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી રહી છે. શહેરમાં આવેલ પાટણ સિવિલ હોસ્પિટલમાં જ 55 દિવસમાં વાયરલ ઇન્ફેકશનનાં કુલ 8849 દર્દીઓએ સારવાર લીધી છે. હોસ્પિટલમાં રોજ 300થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા દિવસભર દર્દીઓની ભીડ થઈ રહી છે.3

પાટણ શહેર આસપાસના વિસ્તારોમાં વાયરલ ઇન્ફેકશનનાં બધાને લઈ મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે હોસ્પિટલમાં જૂન માસ બાદ જુલાઇ અને ઓગસ્ટમાં સતત તાવ શરદી અને ખાંસી ના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં જૂન મહિનામાં 3038 કેસો નોંધાયા હતા ત્યારે જુલાઈ માસમાં વધીને 3968 કેસો નોંધાયા હતા ત્યારે ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે જ ફક્ત 24 દિવસમાં જ 4056 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે આવી ચૂક્યા છે.

વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી હોસ્પિટલના મેનેજમેન્ટ કરતા ડોક્ટર હિમાંશુ દવેએ જણાવ્યું હતું કે દર્દીઓના વધારાને લઇને સિવિલ હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ ફિજિયોથેરાપી ડોક્ટરોનો તૈયાર કરવામાં આવ્યો છે તેમજ પુરૂષો દવાનો સ્ટોક પણ મંગાવી લેવામાં આવ્યો છે. શંકાસ્પદ દર્દીઓ ના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આજદિન સુધી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

સિવલમાં 3 મહિનામાં સારવાર લીધેલ દર્દીઓ

ઓપીડીજૂનજુલાઈઓગસ્ટ
તાવ શરદી ખાંસી303839674056
ફિઝીશિયન271277203
કોવિડ,શંકાસ્પદ207233113
ડેન્ટલ396526363
ઇ.એન.ટી352408303
ફિજીયોથેરાપી584710
ગાયનેક604618401
એલોપેથી11921285776
ઓર્થોપેડિક860974607
પીડિયાટ્રિક98714311714
સ્પેશ્યલ543548

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...