તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લા આયોજનની બેઠક:ગ્રામ્ય વિસ્તારોમાં 870.75 લાખ અને શહેરી વિસ્તારમાં 127.69 લાખનાં ખર્ચે કામ કરાશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભારી મંત્રી વાસણભાઇ આહીરની અધ્યક્ષતામાં જિલ્લા આયોજનની બેઠક
  • શિક્ષણ, આરોગ્ય, વીજળી કરણ સહિત ભૂમિ સુધારણા અને વિકાસનાં કામો કરાશે

સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોના 870.75 લાખ અને શહેરી વિસ્તારમાં 127.69 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

વર્ષ 2021-22 માટે ગ્રામ્ય રસ્તા, પેવર બ્લોક, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, ગ્રામ્ય વિજળીકરણ, ગંદા વસવાટ તેમજ વાતાવરણ લક્ષી સુધારણા, ભૂમિ સંરક્ષણ તથા સ્થાનિક વિકાસના કામો મંજૂર કરવા માટે આ બેઠકમાં એજન્ડા પ્રમાણે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે રૂ. 870.75 લાખના 558 કામો તથા શહેરી વિસ્તારો માટે રૂ.127.69 લાખના 17 કામોને મંજૂરી આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા પાટણ જિલ્લામાં બની રહેલા ઓક્સિજન પ્લાન્ટની વર્તમાન પરિસ્થિતિથી મંત્રીને અવગત કરાવવામાં આવ્યા હતા. બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, પાટણ ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...