તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સફર:પાટણ જિલ્લામાં ફરજ બજાવતા 86 તલાટીની સાગમટે બદલી કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેવન્યુ તલાટીઓની આંતરિક બદલીઓના કારણે અસંતોષની લાગણી ફેલાઈ

પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી જુદા જુદા સેજા ઉપર રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. તા.21-8-21ના બદલીના હુકમમાં જણાવ્યા મુજબ પાટણ જિલ્લામાં મહેકમે ફરજ બજાવતા મહેસુલ સંવર્ગ -૩ ના 86 રેવન્યુ તલાટીની વહિવટી સરળતા ખાતર બદલી કરી તાકીદે બદલીના સ્થળે હાજર થવા આદેશ કરાયો છે.

પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના સુત્રો તરફથી જણાવ્યા મુજબ જિલ્લાની આ આંતરિક બદલીઓમાં સ્વવિનંતીથી 6 તલાટીઓની બદલી કરવામાં આવી છે . જ્યારે અન્ય 80 તલાટીઓની બદલી કરાતાં કેટલાક કર્મચારીઓને પોતાના વતનથી દૂરના સ્થળે મુકવામાં આવતાં નારાજગી પણ જોવા મળી રહી છે. જોકે, મોટાભાગે રેવન્યુ તલાટીઓ પોતાની ફરજના સ્થળે નિયમિત હાજરી આપતા નથી તેવી ફરિયાદ અવાર નવાર જિલ્લા કલેક્ટર સુધી પહોંચતાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...