કાર્યવાહી:વડાવલી ગામેથી રૂ.34100ની મત્તા સાથે 8 જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરની ઓરડીની લાઈટના અજવાળે જુગાર રમાતો હતો

ચાણસ્માના વડાવલી ગામની સીમમાં બોરની ઓરડીની લાઈટના અજવાળે જુગાર રમતા આઠ શખ્સોને રૂ. 34100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વડાવલી ગામના સીમ વિસ્તારમાં હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે ચાણસ્મા પોલીસે બુધવારે રાત્રે રેડ કરી હતી.

જેમાં બોરની બોરડીમાં લાઈટના અજવાળે હારજીતનો જુગાર રમતા ચાવડા ગોપાલજી જવાનજી, ચૌહાણ કરણાજી ચમનજી, પટેલ જશવંતભાઈ જોઈતારામ, ઠાકોર બાસ્કુજી બાબરજી, ઠાકોર નરેન્દ્રકુમાર આત્મારામ, રાવળ વિષ્ણુભાઈ દલસુખભાઈ, પટેલ ભાવેશકુમાર અમરતભાઈને રોકડ રૂ. 31600 અને 3 મોબાઈલ (કિંમત રૂ. 2500) મળી કુલ રૂ. 34100નો મુદ્દામાલ જપ્ત કરી આઠે શકુનિઓ સામે ચાણસ્મા પોલીસ મથકે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...