તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોની મિલકતો જાહેર:પાટણ પાલિકાની ચૂંટણીમાં 8 કરોડપતિ , 5 લખપતિ ઉમેદવાર

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના પાંચ અને કોંગ્રેસ પક્ષના ત્રણ ઉમેદવારોએ કરોડ ઉપરાંતની સંયુક્ત મિલકતો જાહેર કરી

પાટણ નગરપાલિકાના ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવેલા ઉમેદવારો પૈકી મુખ્ય 13 ચહેરા ધ્યાન ખેંચી રહ્યા છે. જેમાં આઠ ઉમેદવારો કરોડપતિ છે જ્યારે બાકીના 5 ચહેરા લખપતિ છે. ભાજપના મુકેશભાઈ જે. પટેલ દ્વારા કુલ મળીને 10 કરોડ 48 લાખ કરતાં વધુ સ્થાવર જંગમ મિલકતો તેમના ઉમેદવારી પત્રમાં જાહેર કરી છે.

જિલ્લા ચૂંટણી તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવેલા ઉમેદવારી પત્રો અને તેની સાથેના સોગંદનામા પર નજર કરીએ તો વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ જે. પટેલ 10 કરોડ 48 લાખ, વોર્ડ નંબર ચારના ભાજપના ઉમેદવાર મહેશભાઈ માધવલાલ પટેલ 5 કરોડ 77 લાખ, વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના ઉમેદવાર હરેશભાઈ બાબુલાલ પટેલ 4 કરોડ 37 લાખથી વધુ સંયુક્ત સંપત્તિ દર્શાવી છે. શહેરના બિલ્ડર ગિરીશભાઈ પટેલના પત્ની શાંતીબેન વોર્ડ નંબર 11 માં ચૂંટણી લડી રહ્યા છે તેમણે તેમની અને તેમના પતિ ગીરીશભાઈની સંયુક્ત મિલકત 3 કરોડ 79 લાખ દર્શાવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મધુભાઈ કાંતિલાલ પટેલ એક કરોડ બે લાખ, વોર્ડ નંબર 11 ના ભાજપના ઉમેદવાર જયેશભાઈ ગણપતભાઈ પટેલ 1 કરોડ 42 લાખ, વોર્ડ નંબર 5માં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિપકભાઈ પટેલ 1 કરોડ 18 લાખ, વોર્ડ નંબર 4 ના ઉમેદવાર ભાજપના શૈલેષભાઈ પટેલ 1 કરોડ 79 લાખ સંયુક્ત સંપત્તિ દર્શાવી છે.

વોર્ડ નંબર 1 ના ભાજપના ઉમેદવાર મનોજભાઈ પટેલ 77 લાખ 20 હજાર, વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવાર ગોપાલસિંહ રાજપૂત 86 લાખ 95 હજાર, વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવાર હરેશભાઈ રસિકલાલ મોદી 28 લાખ 72 હજાર, વોર્ડ નંબર 8 ના ભાજપના ઉમેદવાર સતિષભાઈ ઠક્કર 51 લાખ 72000, વોર્ડ નંબર નવ ના અપક્ષ ઉમેદવાર ડોક્ટર નરેશ દવે 39 લાખ પચાસ હજાર સંપત્તિ દર્શાવી છે. ઉમેદવારીપત્ર સાથે રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ઉમેદવારો દ્વારા રોકડ સહિતની મિલકત દર્શાવાઈ છે.

ઉમેદવાર નામ -કુલ સંયુક્ત સંપત્તિ
મનોજ કે.પટેલ77,20,000
મધુભાઇ પટેલ1,02,23,980
ગોપાલસિહ રાજપૂત 8695000
હરેશભાઇ મોદી 2872981
સતીષભાઈ ઠક્કર 5172940
ડો.નરેશભાઈ દવે 3950000
જયેશભાઇ જી.પટેલ 14275887
દિપકભાઈ પટેલ1,18,02,000
શાતિબેન પટેલ 3,79,50,000
હરેશભાઇ બી. પટેલ 4,37,70,627
મહેશભાઈ પટેલ 5,77,85,200
શૈલેષ પટેલ 1,79,24,305
મુકેશભાઈ જે.પટેલ 10,48,09,869
આશિત હેમંતકુમાર તન્ના 75,46,585

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો