તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ ડિફેક્ટ ડેની ઉજવણી:જન્મજાત ખોડખાંપણવાળા 76 બાળકોનાં ઓપરેશન કરાયાં

પાટણ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશ્વ બર્થ ડિફેકટ ડેની ઊજવણીમા લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ - Divya Bhaskar
વિશ્વ બર્થ ડિફેકટ ડેની ઊજવણીમા લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ
  • જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે ઊજવાયો

પાટણ જિલ્લામાં વર્લ્ડ ડિફેક્ટ ડેની ઉજવણી નિમિતે રાષ્ટીય બાલ સ્વાસ્થ્ય ટિમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીડીઓ અને કલેકટર સહિતના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં ટિમ દ્વારા અત્યાર સુધીમાં 320 જન્મજાત બીમારી અને ખોડખાંપણ વાળા બાળકો શોધવામાં આવ્યા છે. જેમાંથી 76ના ઓપરેશન કરી તેમને સ્વસ્થ કરવામાં આવ્યા છે.

પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કલેકટર સુપ્રીતસિંગ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે. પારેખની અધ્યક્ષતામાં વર્લ્ડ ડિફેકટ ડેની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં જન્મજાત ક્ષતિઓ અને બીમારીઓ સાથે જન્મેલા બાળકો વધુમાં વધુ રાષ્ટીય બાળ સ્વાસ્થ્ય ટિમ ( આર.બી.એસ ) પોતાના વિસ્તારોમાંથી શોધી તેમના માતા પિતાની સમંતિ સાથે તેમના ઓપરેશન કરાવી તંદુરસ્ત જીવન જીવે તે માટેની કામગીરી કરી સમાજના જરૂયાતમંદ પરિવારોને ઉપયોગી બનવા માટે કલેકટર અને ડીડીઓ દ્વારા આરોગ્ય કર્મીઓને આહવાન કર્યું હતું.

કલેકટરે જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાંઆર.બી.એસ.કેની 27 ટિમો દ્વારા જન્મજાત બીમારી કે ખોડખાંપણ વાળા 320 બાળકો આર.બી.એસ ટિમ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 76 જેટલા બાળકોના ઓપરેશન કરાવી સારવાર પૂર્ણ થતા તેઓ સ્વસ્થ થઇ ગયા છે. 164 બાળકોની હાલમાં સારવાર ચાલુ છે. જેમના ઓપરેશન કરાવ્યા બાદ તેઓ પણ સ્વસ્થ થઇ જશે તેવી આશા છે. 10 બાળકોના માતાપિતા ઓપરેશન માટે સમંત ન થતા ઓપરેશન કરી શકાયા નથી.

જન્મજાત બીમારી સાથે જન્મેલા 52 બાળકોના મોત
વર્ષ 2020-21 માં આર.બી.એસ.કે ટિમ દ્વારા જિલ્લામાં 736નો લક્ષ્યાંક નક્કી કરી 27 ટીમોએ સર્વે કરતા તેમને 320 જેટલા 0 થી 6 વર્ષના જન્મજાત ગંભીર બીમારી અને ખોડખાંપણની ક્ષતિઓ વાળા બાળકો મળ્યા હતા. જેમાંથી 76 ના વિવિધ બીમારી અને હોઠ,મોઢા અને હાથ પગમાં ક્ષતિઓમાં ઓપરેશન કરાવતા તેઓ સ્વસ્થ થયા છે. પરંતુ 320 પૈકી 52 બાળકો ગંભીર બીમારીઓ સાથે જન્મેલ હોઈ તેમના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...