તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ધારપુરના 74 તબીબી શિક્ષકો હડતાળ પર ઉતરતાં ફરિયાદ નોંધાવવા આદેશ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીએ દોડી આવી હડતાળ સમેટવા પ્રયાસ કર્યા

ધારપુરમાં 74 તબીબી શિક્ષકો દસ વર્ષથી પડેલ પડતર માંગણીઓ સરકાર પૂર્ણ ન કરતા 6 દિવસથી આંદોલન શરૂ કરી વિવિધ કાર્યક્રમ બાદ બે દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ગુરુવારે કોવિડ હોસ્પિટલમાં ટેસ્ટિંગ અને દર્દીઓની મેડિકલ સેવાઓની કામગીરી બંધ કરી અચોક્કસ મુદતની હડતાળ પર યથાવત રહ્યા હતા. જેમની સાથે નર્સિંગ અને કોન્ટ્રાકટ બેજ ડૉક્ટર અને સ્ટાફ પણ સમર્થનમાં જોડાઈ કામગીરી બંધ કરી હતી.

હડતાલના કારણે ફાર્માસિસ્ટ હડતાલ પર હોઈ દવાની બારી પર લાંબી કતાર જામી હતી. કોરોના સારવાર કરતા ડૉક્ટર અને નર્સ હડતાલ પર હોવાથી દર્દીઓને દવાના ડોઝ આપવા અને તપાસવા જેવી કામગીરી સમયસર ના થઈ શકી હતી. પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોના નર્સિંગ સ્ટાફને કામે લગાડ્યો હતો. જ્યાં પાટણના પ્રાંત અધિકારી પણ દોડી આવ્યા હતા અને પેરામેડિકલ સ્ટાફના કોન્ટ્રાક્ટર એજન્સીને પણ હાજર રાખી હડતાલનો અંત લાવવા ચર્ચા કરાઇ હતી. ધારપુરના તબીબી શિક્ષકો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સહિતની ફોજદારી કલમો લગાડાઈ રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...