સહાય ચુકવાઇ નથી:ગ્રાન્ટના અભાવેે કોરોના મૃતકોના 73 વારસદારો 36.50 લાખ સહાયથી વંચિત

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ મામ.કચેરીની બેદરકારીથી મંજૂર થયેલા કેસમાં 3-3 માસથી સહાય ચુકવાઇ નથી

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સહાય ચૂકવવામાં સરકારની લાલિયાવાડી સામે આવી છે. કોરોનામાં મૃત્યુ પામેલા પાટણ જિલ્લાના 73 લોકોના વારસદારોને સહાય માટે વલખાં મારી રહ્યા છે. પરંતુ તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે 73 વારસદારોને કુલ રૂ.36.50 લાખ સહાય મળી નથી. જેમાં એક બે કિસ્સામાં મંજૂર થયેલા કેસમાં સહાય ચૂકવવામાં વિલંબ થવા પાછળ માત્ર ગ્રાન્ટ જ નહીં પરંતુ પાટણ મામલતદાર કચેરીની બેદરકારી પણ જવાબદાર છે.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સરકાર દ્વારા રૂp50,000 સહાય આપવામાં આવે છે. મંજૂર થયાના 7 દિવસમા સહાય ચૂકવી દેવાનો નિયમ છે.છતાં પાટણ જિલ્લામાં 73 વારસદારોને મહિનાઓથી સહાય મળી નથી.માર્ચ માસ અગાઉ અને ત્યારપછી મંજૂર થયેલી સહાયની રકમ હજુ વારસદારો સુધી પહોંચી નથી જેના કારણે વારસદારો કચેરીઓના ધક્કા ખાય છે. આ અંગે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે વારસદારોને સહાય ચૂકવવા માટે રાજ્યકક્ષાએથી રૂ.50 લાખ ગ્રાન્ટની માંગણી કરવામાં આવેલી છે. ગ્રાન્ટ મળે એટલે સહાય ચૂકવી દેવામાં આવશે.

ઉત્સવોના તાયફા કરવા સરકાર પાસે ગ્રાન્ટ છે પણ કોરોના મૃતકોના વારસદારો માટે નથી
જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સ્થાપના દિવસ સહિત ઉત્સવોના તાયફા અને લાઇટિંગો કરવા પાછળ કરોડો રૂપિયાના ખર્ચા કરવા સરકાર પાસે ગ્રાન્ટ છે પરંતુ મોઘીદાટ સારવાર કરવા છતાં કોરોના મૃત્યુ પામેલા લોકોના વારસદારો ને સહાય આપવા માટે ગ્રાન્ટ ન હોય તે યોગ્ય નથી. કોરોના સહાય માટેના જે કેસ મંજુર થયેલ છે તેમને તાત્કાલિક સહાય મળવી જોઈએ.

અરજી મંજુર થયાને 3 માસ થયા હજુ સહાય મળી નથી
એક અરજદારે જણાવ્યું કે પિતાનું કોરોનામાં મૃત્યુ થતાં સહાય માટે કરેલી અરજી મંજૂર થઈ છે. 3 માસ થવા છતાં હજુ સુધી પાટણ મામલતદાર કચેરી દ્વારા સહાય ચૂકવાઈ નથી.સહાય ચૂકવવામાં વિલંબ થવા પાછળ માત્ર ગ્રાન્ટ જવાબદાર નથી તંત્રની બેદરકારી પણ એટલી જ જવાબદાર છે.​​​​​​​

તાલુકાવાઈઝ વારસદારો સહાયથી વંચિત
તાલુકોસંખ્યા
પાટણ20
સિધ્ધપુર10
ચાણસ્મા2
હારીજ4
રાધનપુર5
સમી5
સાંતલપુર4
સરસ્વતી7
શંખેશ્વર4

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...