રખડતા ઢોરનો ત્રાસ:પાટણમાં 72 વર્ષીય વૃદ્ધને રખડતા ઢોરે અડફેટે લીધા, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને ગાયે ભેટુ મારતાં કપાળના ભાગે ત્રણ ટાંકા લેવા પડ્યાં

પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે એક વૃદ્ધને રખડતી ગાયે અડફેટે લીધો હતો. જેથી તેને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યા તેને કપાળના ભાગે ત્રણ ટાંકા આવ્યાં છે. ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા પડ્યા હતા અને પરિવારજનોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ હતી.
ગાયે વૃદ્ધને નીચે પાડી દીધા હતા
આ અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાચરિયાના મોટા પાડામાં રહેતા વિનોદભાઈ બાબુભાઈ મોદી નામના 72 વર્ષના નાગરિક તેમના રોજિંદા નિયમ મુજબ મોડી સાંજે હિંગળાચાચર ખાતે આવ્યાં હતા અને પાટિયા પર તેમના અન્ય મિત્રો સાથે બેસી સમય થતાં ઘરે જવા નીકળ્યા હતા. તેઓ પાટીયા પરથી ઉભા થઈને નીકળતા જ અહીં નાણાવટી સાબુની દુકાન આગળના ભાગે ઊભેલી ગાયો પૈકી એક ગાયે પાછળથી તેમને ભેટું મારી નીચે પાડી દીધા હતા. જેમાં તેમને કપાળના ભાગે વધુ ઇજાઓ થતા લોહીલુહાણ થઈ ગયા હતા.
રખડતા ઢોરોની લોકોને ભારે હાલાકી
વૃદ્ધને તાત્કાલિક જનતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કપાળમાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. આ ઉપરાંત સીટી સ્કેન પણ કરાવવું પડ્યું હતું. જેથી નગરપાલિકાની નિષ્ફળતા અને રખડતા ઢોરોના પાપે એક વૃદ્ધ નાગરિકને શારીરિક ઈજાગ્રસ્ત થયા હતા. પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજેરોજ નિર્દોષ લોકો રખડતા ઢોરોના આતંકનો ભોગ બની રહ્યા હોઇ મોટી ઉંમરના વ્યક્તિઓ તેમજ અશક્ત અને વૃદ્ધ નાગરિકો હવે બહાર નિકળતા પણ ભયની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ વાહનચાલકોને પણ રખડતા ઢોરોના કારણે ખૂબજ પરેશાની ભોગવવી પડી રહી છે, ત્યારે નગરપાલિકા તંત્ર તેમની જવાબદારી સમજીને નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા અસરકારક પગલાં ભરે તેવી વ્યાપક લોગ માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...