ધરપકડ:કલ્યાણપુરા રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 શકુનિ ઝડપાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે રોકડ રૂ.41270, 8 મોબાઈલ,બાઈક મળી રૂ.90270ના મુદ્દામાલ જપ્ત કર્યો

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે રહેણાંક મકાનમાં હારજીતનો જુગાર રમતા 7 શકુનિને પોલીસે રોકડ રૂ.41270 સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે રાધનપુર પોલીસ મથકે 7 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. કલ્યાણપુરા ગામે હારજીતનો જુગાર રમતો હોવાની બાતમી આધારે ગુરૂવારે પોલીસે રેડ કરી હતી. અંગત ફાયદા સારૂ કાળુભાઇ સોનાજી ઠાકોરના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતાં 7 શકુનિને રોકડ રૂ.41,270, 8 મોબાઇલ, બાઇક મળી કુલ રૂ.90270ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

રાધનપુર પોલીસ મથકે ઠાકોર વશરામભાઇ ભેમાભાઇ રહે.કલ્યાણપુરા, શાહ વિપુલભાઇ રજનીકાંત રહે.ઝાંપટપરા, વાઘેલા નિરૂભા ભાવસંગજી રહે.ભીલટ, મકવાણા અનિલભાઇ સોમાભાઇ રહે.રાધનપુર, ચમાર બાબુભાઇ લેંબાભાઇ રહે.સાંતલપુર, ઠાકોર હિંમતભાઇ બાજુભાઇ રહે.નાયતવાડા અને પઠાણ નાસીરખાન સલીમખાન રહે.લીમડા સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...