કાર્યવાહી:પાટણના મોટીસરામાં પાના ટીચતાં 7 જુગારી ઝડપાયા, રોકડ,4 મોબાઈલ મળી 16 હજારની મત્તા જપ્ત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં મોટીસરા ખાતે જુગાર રમતા 7 શકુનિને રોકડ રૂ.8720 અને ચાર મોબાઇલ મળી કુલ રૂ.16720ની મતા સાથે ઝડપાયા હતા. પાટણ શહેરમાં મોટીસરા ખાતે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી અાધારે મંગળવારે સાંજે જુગાર રમતા સાત શકુનીઅોને રોકડ રૂ.8720 અને ચાર મોબાઇલ મળી કુલ રૂ.16720 ની મતા સાથે ઝડપાયા હતા.

અા અંગે પાટણ અે ડીવીઝન પોલીસ મથકે સોલંકી વિનયકુમાર નરસિંહભાઇ , સોલંકી નટુભાઇ કાન્તીભાઇ , ભીલ ભરતભાઇ બાબુભાઇ, સોલંકી ભુપેંન્દ્રભાઇ રવચંદભાઇ, પ્રજાપતિ અમિતભાઇ કનુભાઇ,પટેલ હેતલ બચુભાઇ રહે.તમામ પાટણ અને ઠાકોર કાનજીજી ખુમાજી રહે.ઉંદરા સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...