ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14 માર્ચથી શરૂ થનાર એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લામાંથી ધોરણ 10 અને 12 ના કુલ 35248 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધો 10માં 6 પરીક્ષા કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે તો ધો12માં એક પરીક્ષા કેન્દ્ર મળી કુલ 14 બિલ્ડિગ સંવેદનશીલ જાહેર કર્યું છે. પાટણ જિલ્લામાં ધોરણ 10 માં કુલ 20560 વિદ્યાર્થીઓ નોંધાયા છે જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12487 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સાયન્સમાં 2201 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે.
પાટણ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે જિલ્લા કલેકટરની સૂચના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુંદર આયોજન વ્યવસ્થા ગોઠવાયેલ છે. જિલ્લામાં ધોરણ 10 માં પાટણ અને હારીજ બે ઝોનમાં કુલ 20560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.
પાટણ ઝોનમાં કુલ 12 પરીક્ષા કેન્દ્રોમાં 36 બિલ્ડિંગોના 402 બ્લોકમાં 11990 પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવાયેલ છે જ્યારે હારીજ ઝોનમાં 10 કેન્દ્રના 26 બિલ્ડીંગોના 283 બ્લોકમાં 8500 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવેલ છે.ધોરણ 12 સાયન્સ માટે પાટણ ઝોનમાં 2201 પરીક્ષાર્થીઓ નોંધાયા છે જેમના માટે 4 પરીક્ષા કેન્દ્રોના 9 બિલ્ડિંગોમાં 114 બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના 12487 વિદ્યાર્થીઓ માટે 14 પરીક્ષા કેન્દ્રના 39 બિલ્ડિંગોમાં 415 બ્લોકમાં બેઠક વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.
ધોરણ 10 એસએસસીની પરીક્ષા માટે પાટણ ઝોનમાં ગોઠવાયા છે જેમાં બાલીસણા, પાટણ, રણુજ, સિધ્ધપુર, કોઇટા, વાયડ, કુંવારા, કાકોશી, ભીલવાણ, ડેર, સરીયદ અને કુણઘેર નો સમાવેશ થાય છે., જ્યારે હારીજ ઝોનના 10 કેન્દ્રોમાં ચાણસ્મા, ધીણોજ, રાધનપુર, હારીજ, વારાહી, વડાવલી, શંખેશ્વર, સમી, સાંતલપુર અને ચવેલીનો સમાવેશ કરાયો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પાટણ ઝોનમાં 14 કેન્દ્રો સમાવાયા છે જેમાં પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, રાધનપુર, કોઇટા, વાયડ, મેથાણ, ધીણોજ, હારીજ, શંખેશ્વર, વારાહી, સમી, બાલીસણાનો સમાવેશ થયેલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી એ એન ચૌધરી એ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ધો 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા માં 7 જેટલા પરીક્ષા કેન્દ્રો ના 14 બિલડીગ સંવેદનશીલ છે જેમાં ધો 10માં ધીણોજ ,વડાવલી, ભીલવણ,કોઇટા, સમી, વારાહી એમ કુલ 6 પરીક્ષા કેન્દ્રો છે જ્યારે ધો 12માં ધીણોજ એક પરીક્ષા કેન્દ્ર નો સમાવેશ થાય છે.આમ કુલ 14 બિલ્ડિગ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કલાસ વન, ટુ અધિકારી ઉપસ્થિત રહેશે.ગાંધીનગર વિજિલન્સ સ્કોડ ટીમ પણ ચાંપતી નજર રાખશે.તો ત્રણ સ્ટોગ રૂમ રાખેલ છે તેમ જણાવ્યું હતું તો શહેરની કે. કે. ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.તામમ પરીક્ષા કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.