કાર્યવાહી:નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં પકડાયેલા 2 શખ્સના 7 દીવસના રિમાન્ડ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉત્તર પ્રદેશના મોન્ટુ યાદવ સુધી પહોંચવા પોલીસની ટીમ રવાના

રાજ્યના અલગ અલગ જિલ્લાઓના નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી ગેંગના બે શખ્સોને પકડી પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નકલી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનાં કૌભાંડમાં પાટણ એલસીબી પોલીસે બાલીસણાના ભાવિક રમેશભાઈ પટેલ અને આબલીયાસણના નરેશજી ગાંડાજી ઠાકોરની ધરપકડ કરી ગુરુવારે પાટણ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં કોર્ટે 26 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે બંને શખ્સોની ઊંડાણપૂર્વકની પૂછપરછ શરૂ કરી છે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ઉત્તર પ્રદેશનો મોન્ટુ યાદવ અને બાલીસણાના સુલતાન કરીમભાઇ સિંધીની સંડોવણી ખૂલી હોવાથી પોલીસે બંનેની શોધખોળ માટે ટીમો રવાના કરી હતી. તપાસ અધિકારી પી.એસ.આઇ અર્જુનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાવિક પટેલ અને નરેશજી ઠાકોર ના રિમાન્ડ મંજૂર થયા છે જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા બાકીના બે શખ્સોને પકડવા તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...