લમ્પી રોગનો ભરડો:પાટણમાં લમ્પીથી 7 ગૌવંશના મોત,વધુ 246 પશુ સંક્રમિત

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં 439 ગામો રોગચાળાથી અસરગ્રસ્ત થયા

પાટણ જિલ્લામાં વધુ 246 પશુઓ લમ્પીગ્રસ્ત થયા છે. કુલ 5,577 પશુઓ આ રોગચાળામાં સપડાયા છે. જેમાં શનિવારે એકલવા, દાઉદપુર, ફુવારા, અનાવાડા, કંબોઈ, ખારી ખારીયાલ અને અબલુવા ગામમાં સાત પશુઓના મોત થયા છે કુલ 189 ગૌવંશ આ રોગચાળાથી મૃત્યુ પામ્યા છે.

પાટણ જિલ્લાના 439 ગામો રોગચાળા થી અસરગ્રસ્ત થયા છે જેમાં શનિવારે વધુ પાંચ ગામોનો સમાવેશ થયો છે લમ્પીગ્રસ્ત થયેલા 5577 પશુઓમાંથી 3426 સાજા થયા છે હાલમાં 1972 પશુઓ બીમાર હાલતમાં છે જ્યારે 1874 મળી કુલ 1,48,850 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...