લોકડાઉન:સાંતલપુરમાં લોકડાઉનમાં જુગાર રમતા 7 ઝડપાયા, પોલીસે રૂ. 41330ની રોકડ જપ્ત કરી

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાતલપુરમાંથી જુગાર રમતા સાત શખ્સોને પોલીસે બાતમી આધારે રેડ કરી ઝડપી લીધા હતા પોલીસે રૂ. 41,330ની રોકડ જપ્ત કરી હતી. લોકડાઉન  હોવા છતાં જુગારીઓ બેફામ બની કાયદાના ડર વગર જુગાર રમવા બેસી જાય છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા આવા સખ્સોને ઝડપી લઇ કાયદાનુ ભાન કરાવાય છે.

સાંતલપુરાંથી સાત જુગારીઓ ઝડપાયા હતા. સાંતલપુરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પીએસઆઈ એચ એલ જોશીએ બાતમી આધારે રેડ કરી જુગાર રમતા સાત શખ્સો સાંતલપુરના વાઘુભા જશુભા જાડેજા, રાજુભા મેઘુભા જાડેજા, પરબતસિંહ પ્રભાતસિંહ જાડેજા, લાલસિંહ બહાદુરસિંહ જાડેજા, પરબતભાઈ નામોરીભાઈ જાડિયા અને બકુત્રાના રાણાભાઇ કરશનભાઈ આયર, રતનભાઇ ડુંગરાભાઈ આયરને ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂ 41330 ની રોકડ અને 5 મોબાઈલ જપ્ત કર્યા હતા.

આ અંગે સાંતલપુર પોલીસ મથકે સાત શખ્સો સામે જુગાર કલમધારા અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે લોકડાઉનમા઼ પણ જુગારીઓ કાયદાના ડર વગર પત્તા ટીચવા બેસી જાય છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા આવા સખ્સો સામે લાલ આંખ કરી હતી. જુગારીઓને  ઝડપ્યા હોવાની જાણ થતા અન્ય શકુનીઓમાં ફફડાય વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...