શિક્ષણ:પાટણ યુનિ.ની સંલગ્ન ઉ.ગુ.ની 7 બીએડ કોલેજો ટીચર યુનિવર્સિટીને ટ્રાન્સફર કરાઈ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠાની દરામલી, અરવલ્લીની મેઘરજ અને મોડાસા, મહેસાણા શહેર, વિસનગર, પાટણ અને પાલનપુર બી.એડ કોલેજનો સમાવેશ

રાજ્યમાં વિવિધ યુનિવર્સિટી સંલગ્ન  ગર્વમેન્ટ અને ગ્રાન્ટેડ બી.એડ્. કોલેજોને એકત્રીકરણ કરી ટીચર યુનિવર્સિટી ગુજરાત સરકાર સંચાલિત કરવામાં આવી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નવીન સત્રમાં તમામ બી.એડ કોલેજનો પ્રવેશ પ્રક્રિયા એક જ સ્થળે થી કરવામાં આવે તે માટે યુનિવર્સિટીને તેમના હસ્તકની કોલેજોને સુપ્રત કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સંલગ્ન ઉત્તર ગુજરાતની  સાત કોલેજોને ટીચર યુનિવર્સિટીને હસ્તક કરાઈ છે.

બી.એડ કોલેજમાં ટીચર યુનિવર્સિટી દ્વારા જ પ્રવેશ પ્રક્રિયા કરાશે
જેમાં મહેસાણા શહેર, વિસનગર સાબરકાંઠાની દરામલી ,અરવલ્લી જિલ્લાની મેઘરજ અને મોડાસા , પાટણ અને પાલનપુર આ સાત બી.એડ કોલેજ હવેથી ટીચર યુનિવર્સિટી સંલગ્ન કાર્યરત  રહેશે અને નવીન શરૂ થનાર સત્રમાં પણ આ બી.એડ કોલેજમાં ટીચર યુનિવર્સિટી દ્વારા જ પ્રવેશ પ્રક્રિયા કરાશે તેવું  રજીસ્ટાર ડો.ડી.એમ પટેલે જણાવ્યું હતું.

નવા સત્રથી ઉ.ગુ.માં  ડીસા, અરવલ્લી અને મહેસાણામાં ત્રણ નવીન કોલેજો શરૂ થશે 
પાટણ યુનિવર્સિટીમાં કુલપતિની અધ્યક્ષતામાં મળેલ કારોબારી બેઠકમાં  ઉત્તર ગુજરાતમાં નવીન સત્રથી નવીન  કોલેજો શરૂ કરવા માટે આવેલ જોડાણ  અરજીઓ મામલે ચકાસણી અને નિર્ણય લેવાની પ્રક્રિયા કરાઇ હતી. જેમાં ઉત્તર ગુજરાતમાંથી ત્રણ નવી કોલેજો શરૂ કરવા માટેની જોડાણ અરજીઓ આવી હતી. જેમાં પી.જી.ડી.એમ.એલ મોટારમણા તા.ડીસા ,  આર્ટસ કોલેજ ઊજેશ્વર તા.ધનસુરા, અરવલ્લી, બી.એસ. ડબલ્યુ  કણભા તા.વિજાપુર  મહેસાણા આ ત્રણે કોલેજોના જોડાણ મંજુર કર્યા હતા તેમજ  આર્ટસ કોલેજ લાખણી, આર્ટસ કોલેજ જસરા  અને  એમ.એસ.ડબલ્યુ ખોરડા તા.થરાદ કોલેજોની જોડાણ અરજી મામલે એલ.આઇ.સી કમિટીની નિમણૂક કરાઈ હતી અને કોલેજની સ્થળ ચકાસણી બાદ એલ.આઇ.સી ના રિપોર્ટ આધારિત મંજૂરી મામલે નિર્ણય લેવા નક્કી કરાયું હતું તેવુ રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...