ફરીથી હડતાળ કરાશે:પ્રશ્નોનો ઉકેલ ન આવતા સોમવારથી 689 આરોગ્ય કર્મચારીઓની હડતાળ

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજાઓમાં કોરોનાની કામગીરીનો 68 દિવસનો પગાર સહિતના પડતર પ્રશ્નો ઉકેલવાની સરકારે ખાતરી આપ્યા બાદ અમલ ન કરતાં ફરીથી હડતાળ કરશે

રજાઓ દરમિયાન કોરોનાની કામગીરી કરવા છતાં 68 દિવસ નો પગાર ચૂકવવાની માગણી સહિતના વિવિધ પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવાની સરકારે ખાતરી આપ્યા બાદ પણ તેનો અમલ ન કરતા ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ સોમવારથી ચોથી વખત ના છૂટકે અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરી રહ્યા છે જેનાથી ચોમાસાની ઋતુમાં ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની સેવાઓ ખોરવાશે.

ગ્રેડ પે ફેરણી ભથ્થુ અને રજાઓ દરમિયાન કોરોનાની કામગીરી નો 68 દિવસનો પગાર ચૂકવવા માટે આરોગ્ય કર્મચારીઓએ અગાઉ ત્રણ વખત હડતાલ પાડી હતી તે વખતે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા ની સરકારે ખાતરી આપ્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ ન આવતા છેવટે ફરીથી સોમવારથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી રહ્યા છે.

જેમાં પાટણ જિલ્લામાં ફીમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર મલ્ટી પર્પજ હેલ્થ સુપરવાઇઝર ફીમેલ હેલ્થ સુપરવાઇઝર ટી એચ એસ ટી એચ વી અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત ફિલ્ડમાં કામ કરતા આરોગ્યના તમામ 689 કર્મચારીઓ સોમવારથી અચોક્કસ મદદની હડતાલ પર ઉતરી રહ્યા છે. આ બાબતે શનિવારે આરોગ્ય કર્મચારી મહાસંઘ ના નેજા નીચે કર્મચારીઓ એ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જાણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રીઓ બાદ હવે ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓની હડતાલથી ગ્રામીણ વિસ્તારમાં શરદી, ખાંસી, ડેન્ગ્યુ, મેલેરિયા સહિતની બીમારીનું સર્વેલન્સ સગર્ભા માતા અને બાળકોને રસીકરણ શાળાઓમાં રસીકરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પ્રાથમિક સારવાર સહિતની આરોગ્ય લક્ષી વિવિધ સેવાઓ ખોરવાશે.

અન્ય સમાચારો પણ છે...