તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:કોરોના મહામારીમાં કોલેજના 68 વિદ્યાર્થીઓએ માતા-પિતાની છત્ર છાયા ગુમાવી, યુનિવર્સિટીના સિન્ડિકેટ સહારો બન્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર-ગુજરાતના પાંચ જીલ્લાના 68 વિદ્યાર્થીઓના દ્વારે જઈ તેમની કોલેજની ફી ભરી

કોરોના મહામારીની પરીસ્થિતિમાં માતા-પિતાનો સહારો ગુમાવનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર-ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરી પાંચ જીલ્લાના 68 વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરેશભાઈ ચૌધરીએ જાતે પાંચ જીલ્લાનો પ્રવાસ કરી રૂબરૂ વિદ્યાર્થીઓના ઘરે અથવા તેમની કોલેજમાં તેમના પ્રિન્સીપાલને મળીને ચૂકવી હતી.

માતા-પિતાનો સહારો ગુમાવનાર વિદ્યાર્થીઓના ડેટા મંગાવ્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર-ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારને 1 જૂન 2021ના રોજ પત્ર લખી ગુગલ ફોર્મના માધ્યમથી 400 કોલેજના આચાર્યો જોડેથી કોરોના મહામારીની પરીસ્થિતિમાં પોતાના માતા-પિતાનો સહારો ગુમાવનાર વિદ્યાર્થીઓના ડેટા મંગાવ્યા હતા. અને આવા વિદ્યાર્થીઓના શિક્ષણમાં આર્થિક બાબતો આડે ન આવે એ માટે થઇને શૈક્ષણિક ફી ભરવાની તૈયારી બતાવી હતી. ગુગલ ફોર્મના માધ્યમથી મળેલા ડેટાના આધારે આવા પાંચ જીલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા , અરવલ્લી, મહેસાણા અને પાટણના 68 જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની મદદે સદભાવના ગ્રુપના ચેરમેન અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરેશભાઈ ચૌધરી આવ્યા છે.

વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરી તેમના વહારે આવ્યા
ઉલ્લેખનિય બાબત એ પણ છે કે યુનિવર્સિટીમાંથી મળતું ટી.એ ડી.એ પેટ્રોલ એલાઉન્સ થતાં આર્થિક માનદ વેતન તેઓ સ્વીકારતા નથી. જયારે કોલેજની સ્થળ તપાસ મુલાકાતે ઇન્સ્પેકશન માટે જવાનું હોય છે ત્યારે કોલેજો માંથી મળવા પાત્ર મહેનતાણનો પણ સમ્પૂર્ણ ઉપયોગ તેઓ જરૂરીયાતમંદ દીકરીઓના કોલેજના અભ્યાસની ફી ભરવા પાછળ કરતા હોય છે. આમ વર્તમાન કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ ઉત્તર-ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હરેશ ચૌધરી માતા-પિતાનો સહારો ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણની ચિંતા કરી તેમના વહારે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...