બેઠક:RTE અંતર્ગત 3 રાઉન્ડમાં 678 બાળકોએ પ્રવેશ લીધો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાને ફાળવેલી 732 બેઠકમાંથી 54 બેઠક ખાલી રહી

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રણ રાઉન્ડ પાડી પાટણ જિલ્લામાં 678 બાળકોને ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપ્યો છે જ્યારે 77 બાળકો એ પ્રવેશ લીધો નથી. ત્યારે કુલ 54 બેઠક ખાલી રહી છે. આરટીઇ અંતર્ગત પાટણ જિલ્લાની 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટે કુલ 732 બેઠક ફાળવી હતી તેની સામે 2181 ફોર્મ ભરાયા હતા તે પૈકી 1701 ફોર્મ મંજૂર થયા હતા.

પ્રથમ રાઉન્ડમાં 689 બાળકોને પ્રવેશ ફાળવતાં 623 બાળકોએ લીધો હતો. બીજા રાઉન્ડમાં 57 બાળકોને પ્રવેશ ફાળવતાં 49એ પ્રવેશ મેળવ્યો હતો.ત્રીજા રાઉન્ડમાં 9 બાળકોને પ્રવેશ ફાળવાતાં 6 બાળકોએ પ્રવેશ લીધો હતો. આમ ત્રણે રાઉન્ડમાં કુલ 678 બાળકોએ પ્રવેશ લીધો છે જ્યારે 77 બાળકોએ વિવિધ કારણોસર પ્રવેશ લીધો નથી. એટલે પાટણ જિલ્લાને ફાળવવામાં આવેલી 732 બેઠકમાંથી 54 બેઠક ખાલી રહી છે. તેવું પ્રાથમિક શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...