તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ ઝડપાયો:પાટણમાં આઈ માતા હોટલ ઉપર ઉભેલા ટ્રેલરમાંથી 6432 નંગ દારૂની બોટલ ઝડપાઈ, ડ્રાઇવરની ધરપકડ કરાઇ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેલર સહિત કુલ 33,29,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
  • પાટણ LCBને જિલ્લામાં થતી મોટી દારૂની ખેપને ઝડપી લેવામાં સફળતા મળી

પાટણ પોલીસે ગાંધીધામ હાઈવે ઉપરથી 23.14 લાખનો દારૂ ઝડપ્યો છે. જેમાં પોલીસે ટ્રેલર સહિત 33.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી છે. તેમજ પાટણ LCB પોલીસને જિલ્લામાં થતી મોટી દારૂની ખેપને ઝડપી લેવામાં સફળતા મળી છે.

વિદેશી દારૂની બોટલો ભરેલી કુલ 536 નંગ પેટીઓ મળી આવી
પાટણ LCB પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સૂઈગામ સિધાડા હાઈવે ઉપર મોટી દારૂની ખેપ મારવામાં આવી રહી છે. જેથી પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતાં તે હાઈવે ઉપર આવેલી આઈ માતા હોટલ આગળ ઉભેલું એક ટેન્કર શંકાસ્પદ લાગતાં પોલીસે ટ્રેલરના ચાલકને બોલાવી પાછળના ભાગમાં ચકાસતાં અંદરથી જંગી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ટ્રેલર સહિત કુલ 33,29,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
પોલીસે તપાસ કરતાં ટ્રેલરના પાછળના હિસ્સામાંથી વિદેશી દારૂની બોટલો ભરેલી કુલ 536 નંગ પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 6432 નંગ દારૂની બોટલો હતી. જેની કિંમત 23,14,800રૂપિયા થઈ હતી. જેથી પોલીસે ટ્રેલરના ચાલક બેનીવાલ ( જાટ ચૌધરી ) રૂપારામ ઉર્ફે પપ્પજી લીખમારામજી હેમારામજી રહે.લીલસર, તા. ચૌટન, જિ.બાડમેર રાજસ્થાન વાળાની અટકાયત કરી ટ્રેલર સહિત કુલ 33,29,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ટ્રેલર ચાલક વિરૂદ્ધ સાંતલપુર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...