કૃષિ:જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં 64, 000 હેક્ટર વાવેતર ઘટ્યું

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેતરો વરસાદી પાણીથી ભરાઈ જતા ખેડૂતોને હાલમાં વાવેતર કરવું મુશ્કેલ - Divya Bhaskar
ખેતરો વરસાદી પાણીથી ભરાઈ જતા ખેડૂતોને હાલમાં વાવેતર કરવું મુશ્કેલ
  • જિલ્લામાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડ્યાં, સિઝનનો 51 ટકા વરસાદ થયો : દિવેલાનું વાવેતર વધશે

પાટણ જિલ્લામાં સોમવારે પણ આખો દિવસ વરસાદી માહોલ સર્જાતા છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતો પૂરતા પ્રમાણમાં વાવેતર કરી શક્યા નથી 64000 હેક્ટર વિસ્તારમાં કઠોળ અને ઘાસચારા સહિતના પાકોના વાવેતર માં ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં માત્ર 98155 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનો વાવેતર થયું છે. અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં 51% વરસાદ વરસી ગયો છે પરંતુ આ વખતે વાવણી લાયક વરસાદ 10 દિવસ મોડો પડ્યો હતો

પરંતુ વરસાદ શરૂ થયા બાદ સતત 20 દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ 64000 હેક્ટર માં વાવેતર ઓછું થયું છે ગત વર્ષે આ સમયગાળામાં 1.62લાખ હેકટર માં વાવેતર થયું હતું ત્યારે હાલમાં માત્ર 98155 હેક્ટર માં વાવેતર થયું છે. સૌથી વધુ ઘાસચારાના વાવેતરમાં 30000 હેક્ટરનો ઘટાડો થયો છે. અડદમાં 22,000 હેક્ટર ગવારમાં 6227 હેક્ટર તલમાં 909 હેક્ટર અને મગમાં 2400 હેક્ટર બાજરી 690 હેક્ટર વિસ્તારમાં વાવેતરનો ઘટાડો થયો છે.બીટી કપાસમાં 1400 હેક્ટર વાવેતર વધ્યું.

બીટી કપાસનું વાવેતર પૂર્ણ થઈ ગયું છે આ વખતે 22936 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે ગયા વર્ષે21400 હેકટર માં વિસ્તારમાં વાવેતર થયું હતું. એટલે આ વખતે 1400 હેક્ટર વિસ્તારમાં વાવેતર વધ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે વરસાદ બંધ રહે અને વાતાવરણ ખુલ્લું થાય તો ખેડૂતો અઠવાડિયા સુધીમાં કઠોળ અને ઘાસચારાનું વાવેતર કરશે નહીં તો પછી કઠોળ ઘાસચારાના બદલે દિવેલાનું વાવેતર વધારે થશે.

અન્ય સમાચારો પણ છે...