તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગપાળા સંઘો:પાટણના ઝીણીપોળ અને ગુર્જરવાડાના 60 યુવાનોએ સાઇકલ યાત્રા સાથે માઁ ના ધામ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે માઁ ના ધામની રાહ પકડી
  • માર્ગો પર માઇભકતોનો નાદ સંભળાઇ રહ્યો છે

કરોડો શ્રદ્ધાળુઓની ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમને અનુલક્ષીને પગપાળા સંધો પ્રસ્થાન કરી રહ્યા છે. તેમજ માર્ગો પર માઇભકતોનો નાદ સંભળાઇ રહ્યો છે. માઁ ના રણકાર અને તેના દર્શન માટે ભકતો ઉતાવળા થયા હોય તેમ વર્તમાન પરિસ્થિતિને પગલે ભાદરવી પૂનમના મેળાની રાહ જોયા વગર શિવના શ્રાવણમાં શકિતના દર્શન માટે પગપાળા યાત્રીઓએ માઁ ના ધામની રાહ પકડી છે.

પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ શરુ
અંબાજીને જોડતા માર્ગો પર પગપાળા સંઘોનો અવિરત પ્રવાહ શરુ થયો છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પાટણ શહેરના ઝીણીપોળ અને ગુર્જરવાડા વિસ્તારમાંથી મૈયાના રથ સાથે નીકળતો સંઘ આજે શનિવારે વહેલી સવારે 60 સાઇકલ યાત્રીઓ સાથે માઁ ના ધામ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું. મીની મહાકુંભ મેળામાં પ્રતિવર્ષે માઁ ના ચરણે શીશ નમાવવા જતા માઇભકતો ભાદરવા સુદ અગીયારસની પૂર્વે જ શ્રાવણ વદ અગીયારસના દિવસથી જ મૈયાને ધજા નેજા ચડાવવા ર્માના ધામમાં પગપાળા જતા નજરે પડી રહ્યાં છે.

વાતાવરણ ભક્તિમય બન્યું
પાટણના ઝીણીપોળ અને ગુર્જરવાડાના 60 યુવાનોએ આજે શનિવારે વહેલી સવારે માં ના ધામ તરફ સાઇકલ લઈ પ્રસ્થાન કર્યું હતું. સાઇકલ સાથે સંઘમાં જોડાયેલા 60 થી વધુ યુવાનોએ બોલ માડી અંબે જ્ય જ્ય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભકિતમય બનાવી દીધુ હતું.

અન્ય સમાચારો પણ છે...